લોકસભા-વિધાનસભા ચૂંટણી સાથે કરવા જોઈએ 24 લાખ EVM: EC

વર્ષ 2019માં જો લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણી એક સાથે કરાવવામાં આવ્યા, તો ચૂંટણી આયોગને લગભગ 24 લાખ ઈવીએમની જરૂરિયાત વર્તાશે. આ સંખ્યા ફક્ત સંસદીય ચૂંટણીના ઉપયોગમાં થનારી ઈવીએમની મશીનથી બે ઘણી હશે.

લોકસભા અને વિધાનસભાની ચૂંટણી સાથે કરાવવાને લઈને વિધિ આયોગ સાથેની એક બેઠક દરમ્યાન ચૂંટણી અધિકારીઓએ કહ્યુ કે 12 લાખ વધારે ઈવીએમ ખરીદવા માટે તેમને લગભગ 4500 કરોડ રૂપિયા જોઈએ.

તેની સાથે જ 12 લાખ વીવીપેએટી મશીનોની જરૂરિયાતપણ હશે. બેઠકમાં હાજર સુત્રોએ જણાવ્યુ કે આ અનુમાન આપણી પાસે હાજરમાં રહેલા ઈવીએમની કિંમતના આધાર પર લગાવવામાં આવ્યા છે. જો સાથે ચૂંટણી થાય છે ત્યારે અલગ-અલગ કેબિનમાં ઈવીએમ અને વીવીપીએટીના બે સેટ મશીન રાખવા પડશે.

અધિકારીઓએ કહ્યુ કે હમણા દરેક મતદાન કેન્દ્રો પર પાંચ મતદાન કર્મિ હાજર હોય છે, ચૂંટણી આયોગનું માનવું છે કે એક સાથે ચૂંટણી કરાવવા માટે પ્રતિમતદાન કેન્દ્રો પર સાત કર્મિઓની જરૂરીયાત પડશે. સુત્રોએ કહ્યુ કે જો 2024માં ચૂંટણી એક વાર ફરિથી એકસાથે કરાવીએ તો ચૂંટણી આયોગને કેટલીક જુની ઈવીએમ મશીનો બદલવા માટે 1700 કરોડ રૂપિયા જરૂર પડશે.

You might also like