રાજકીય પ્રચાર પર બ્રેક મારવા ચૂંટણીપંચની તૈયારી

નવી દિલ્હી: આગામી વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ચૂંટણીપંચે સરકારને પોતાની સત્તાઓ વધારવા માટેની માગણી કરી છે કે જેથી અખબારો દ્વારા થતા રાજકીય પ્રચારને બ્રેક મારી શકાય. સાથે જ ચૂટણી પંચના આદેશોનું ઉલ્લંઘન કરનાર સામે કાનૂની કાર્યવાહી કરી શકાય.

ચૂંટણીપંચે આ મામલે લોક પ્રતિનિધિત્વ ધારામાં સુધારો કરીને કાયમી કાનૂની અધિકાર અને સત્તા આપવાની ભલામણ કરી છે. ચૂંટણીપંચે ગઈ સાલ બિહાર ચૂંટણી દરમિયાન એક મહત્ત્વનો નિર્ણય કરીને અખબારો દ્વારા થતા રાજકીય પ્રચાર પર બંધારણની કલમ ૩૨૪ હેઠળ બ્રેક મારી દીધી હતી.

આ પ્રચારના સમાચાર ૪ નવેમ્બર ૨૦૧૫ના રોજ રાજ્યના ચાર મોટા હિન્દી દૈનિકોમાં છપાયા હતા. જેમાં ગાયના મામલે ચૂંટણી પ્રચાર કરવાનો પ્રયાસ થયો હતો. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે મુખ્યપ્રધાન નીતિશકુમારના સાથી પક્ષના લોકો ગાયનો સતત અનાદર કરી રહ્યા છે તે પ્રત્યેક ભારતીય માટે શ્રદ્ધાનો વિષય છે અને નીતિશકુમાર હજુ સુધી આ મામલે મૌન છે. આ વાતો ચૂંટણીપંચે કાયદા સચિવ સાથેની બેઠકમાં જણાવી હતી અને પોતાની કાનૂની સત્તાઓ વધારવાની માગણી કરી હતી.

કાયદા સચિવ જી. નારાયણ રાજુ સાથે ૨૭ મેના રોજ યોજાયેલી બેઠકમાં એવી માગણી કરવામાં આવી હતી કે લોકપ્રતિનિધિત્વ કાયદાની કલમ-૧૨૬માં સુધારો કરીને તેમાં પ્રિન્ટ મીડિયામાં પણ સામે કરવામાં આવે. વર્તમાન કાયદા હેઠળ મતદાનના ૪૮ કલાક પહેલાં ટીવી, અખબાર, રેડિયો અને સોશિયલ મીડિયા જેવાં માધ્યમો દ્વારા ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ છે.

You might also like