લાંચવાળા નિવેદન પર ચૂંટણી પંચની અરવિંદ કેજરીવાલને ચેતવણી

નવી દિલ્હી : ચૂંટણી પંચે દિલ્હીના મુખ્યમંત્રી અને આમઆદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને તેમના લાંચ સંબંધીત ટીપ્પણી માટે આકરી ઝાટકણી કાઢી છે. પંચે કેજરીવાલને ચેતવણી આપતા કહ્યું કે જો તેઓ ચૂંટણી આચાર સંહિતાનું ઉલ્લંઘન ચાલુ જ રાખશે તેમની તથા તેમની પાર્ટીની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. જેમાં આમ આદમી પાર્ટીની માન્યતાને રદ્દ કરવાની કાર્યવાહી થઇ શકે છે.

ચૂટણી પંચે કેજરીવાલની ઝાટકણી કાઢતા કહ્યું કે આગળથી તેઓ ચૂંટણી દરમિયાન પોતાના ભાષણોમાં સંયમ રાખે. પંચે કહ્યું કે, તમે તે પણ ધ્યાન રાખો કે જો ભવિષ્યમાં ચૂંટણી આચાર સંહિતાનુ ઉલ્લંઘન થાય છે તો પંચ ઇલેક્શન સિમ્બોલ (રિઝર્વેશન એન્ટ એલોટમેન્ટ) ઓર્ડર એક્ટના પેરા 16 હેઠળ તમને અને તમારી પાર્ટીની વિરુદ્ધ કડક કાર્યવાહી કરશે.

પેરા-16 હેઠળ ચૂંટણી પંચન અધિકાર છે કે તે ચૂંટણી આચાર સંહિતાના ઉલ્લંઘનની દિશામાં કોઇ પાર્ટીની માન્યતા રદ્દ અથવા તો સસ્પેન્ડ કરી શકે છે. અગાઉ ચૂંટણી પંચે 16 જાન્યુઆરીએ અરવિંદ કેજરીવાલને કારણદર્શક નોટિસ બહાર પાડી હતી.

You might also like