19 માર્ચે GST કાઉન્સિલની બેઠક માટે ચૂંટણીપંચની મંજૂરી

મુંબઇઃ શેરબજારમાં છેલ્લાં ત્રણ દિવસથી ચાલી રહેલી આજે ચોથા દિવસે પણ યથાવત્ જોવા મળી છે. આજે સેન્સેક્સ ૮૮ પોઇન્ટના ઉછાળા સાથે ૩૭,૮૪૦ પર અને નિફ્ટી ૪૦ પોઇન્ટનાં ઉછાળે ૧૧,૩૮૨ પર ખૂલી હતી. આ લખાઇ રહ્યું છે ત્યારે સેન્સેક્સ ૯૩ પોઇન્ટના ઉછાળા સાથે ૩૭,૮૪૫ અને નિફ્ટી ૨૦ પોઇન્ટના ઉછાળા સાથે ૧૧,૩૬૧ પર ટ્રેડ કરી રહી છે. આમ, નિફ્ટી ૧૧,૩૫૦ની સપાટીને વટાવવામાં સફળ રહી છે. એફએમસીજી સિવાય નિફ્ટીના તમામ સેક્ટર ગ્રીન ઝોનમાં ટ્રેડ કરી રહ્યાં છે.

યસ બેન્ક, સન ફાર્મા, એચડીએફસીમાં એક ટકા કરતા વધુ તેજી જોવા મળી છે, જોકે ટાટા મોટર્સ, હીરો મોટો કોર્પ અને બજાજ ઓટોમાં ઘટાડો જોવા મળ્યો છે. ખાનગી અને સરકારી બંને બેન્કનાં શેરમાં લેવાલી જોવા મળી છે. બેન્ક નિફ્ટી ૦.૫૭ ટકાના ઉછાળા સાથે ૨૯,૦૫૦ પર ટ્રેડ કરી રહી છે. બેન્ક નિફ્ટી આજે રેકોર્ડ હાઇ પર જોવા મળી છે.

પીએસયુ બેન્ક ઇન્ડેક્સમાં ૦.૨૦ ટકા અને ખાનગી બેન્ક ઇન્ડેક્સમાં ૦.૭૪ ટકાનો ઉછાળો જોવાં મળ્યો છે. બીજી બાજુ વૈશ્વિક સ્તરે પોઝિટિવ સંકેતો જોવા મળ્યા છે. એશિયામાં પણ આજે મજબૂતી જોવા મળી હતી. અમેરિકન બજાર પણ ચાર મહિનાની ઊંચાઇએ બંધ રહ્યું છે.

ડાઉ જોન્સ ૧૫૦ પોઇન્ટ ઊછળ્યો હતો. ક્રૂડની કિંમત પણ વર્ષની સૌથી વધુ ઊંચાઇએ છે. બ્રેન્ટ ક્રૂડ પ્રતિબેરલ ૬૭ ડોલરની સપાટીને વટાવી ગયું છે. રૂપિયો આજે ૧૩ પૈસા ઘટીને ડોલર સામે ૬૯.૬૭ની સપાટીએ ખૂલ્યો હતો. જો કે ગઇ કાલે રૂપિયામાં તેજી જોવા મળી હતી. ગઇ કાલે રૂપિયો ડોલર સામે ૧૬ પૈસા વધીને ૬૭.૫૪ની સપાટી પર બંધ રહ્યો હતો.

You might also like