સાતમા અને છેલ્લા તબક્કા માટે બંધ થયો ચૂંટણી પ્રચાર, 8મી એ મતદાન

લખનઉ: યૂપી વિધાનસભાની ચૂંટણીના સાતમાં અને છેલ્લા તબક્કામાં રાજનિતીક પાર્ટીઓનું ચૂંટણી અભિયાન સોમવારે સાંજે પાંચ વાગ્યે બંધ થઇ ગયું. છેલ્લા તબક્કામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસી સહિત રાજ્યના સાત જિલ્લાની કુલ 40 વિધાનસભા સીટો માટે 8 માર્ચે મતદાન થશે.

સોનભદ્ર, મિર્ઝાપુર અને ચંદોલીમાં સુરક્ષાદળો એલર્ટ છે. સાત તબક્કાના વોટોની ગણતરી 11 માર્ચે થશે. છેલ્લા તબક્કામાં 1.41 કરોડ મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. જેમાં 64.76 લાખ મહિલાઓ છે, કુલ 14 હજાર 458 મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. વાત 2012ની કરીએ તો કુલ 40 સીટોમાંથી 23 સપાના ખાતામાં ગઇ હતી. બસપાને પાંચ, ભાજપને ચાર, કોંગ્રેસને 3 અને અન્યને પાંચ સીટો મળી હતી.

આ તબક્કામાં ગાજીપુર, વારાણસી, જોનપુર, ચંદોલી, મિર્ઝાપુર, ભદ્રોહી અને સોનભદ્રમાં મતદાન થશે. કુલ 535 પ્રત્યાસી પોતાના નસીબ અજમાવી રહ્યા છે. બસપાના 40, ભાજપના 32, સપાના 31, કોગ્રેસના 9, રાલોદના 21, રાકાંપાના પાંચ પ્રત્યાશી હરિફાઇમાં છે. સૌથી વધારે 24 ઉમેદવાર વારાણસી કેન્ટ સીટથી મેદાનમાં છે જ્યારે સૌથી ઓછા છ કેરાકત સીટ પર છે.

http://sambhaavnews.com/

You might also like