ભારે BMI ધરાવતા વૃદ્ધોનાં મગજ નબળાં પડવાનું જોખમ

મોટી ઉંંમરે સ્થૂળતા અથવા ભારે બોડી માસ ઈન્ડેક્સ (BMI)ના કારણે મગજનું આરોગ્ય કથળે છે. કમર અને નિતંબ પર ચરબીનું પ્રમાણ વધારે હોય તો મગજ નબળું પડતાં માણસો અને વસ્તુઓને ઓળખવા-પારખવાની ક્ષમતા પર અસર થાય છે.

સ્થૂળતાના મગજની કામગીરી સાથેના સંબંધને પેટ પર ચરબીના થરનાં નિશાન અને માણસો તથા વસ્તુઓને ઓળખવા-પારખવાની ક્ષમતા પર જોખમના રૂપમાં સમજાવી શકાય. અગાઉના અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે સરેરાશ વાજબી વજન ધરાવતી વ્યક્તિઓની સરખામણીમાં વધારે વજન ધરાવતી વ્યક્તિઓ યાદગીરીની કસોટીમાં સારું પર્ફોર્મ કરતી નથી.

You might also like