કેન્દ્રીય કર્મીઓને એલટીસી રજા અને દાવો ઝડપથી મંજૂર થશે

નવી દિલ્હી : કાર્મિક મંત્રાલયે સરકારી કર્મચારીઓ માટે એલટીસીના દાવાઓને નિપટાવવા માટેની પ્રક્રિયા સરળ કરતા અનેક નવા પગલાંઓની જાહેરાત કરી છે. હવે આની સાથે જોડાયેલા કાર્યો માટે સમયસીમા નક્કી કરવામાં આવી છે. કેન્દ્ર સરકારના ૪૮ લાખ કર્મચારીઓ ટૂંક સમયમાં જ તેમના પ્રવાસના ફોટો અને અનુભવો જાહેર કરતાં જોવા મળશે તેમજ એલટીસીને લગતાં દરેક કામને મંજૂરી માત્ર પાંચ દિવસોમાં જ મળતી થઈ જશે.

આવી જ કંઈક વિચારણા હાલ કેન્દ્રીય કાર્મિક તેમજ પ્રશિક્ષણ વિભાગ કરી રહ્યું છે એલટીસી સંબંધિત નિયમોમાં કેટલાક ફેરફારના સૂચનો કરવામાં આવ્યા છે જેના પર આગામી ૧૫ દિવસોમાં સંબંધિત વિભાગો પોતાના મંતવ્યો રજૂ કરશે અને ત્યારબાદ નવા નિયમોની અમલવારી અંગે નિર્ણય લેવશે. કેન્દ્રીય કર્મચારીઓને ફરવા જવા મળતી રજાઓ અને ભથ્થાં અંગેના નિયમોમાં થનાર ફેરફાર મુજબ એલટીસીના કલેમને વધુમાં વધુ ૩૦ દિવસમાં ક્લિયર કરી દેવા તેમજ રજા મંજૂર કરવા ૫ દિવસ અને એલટીસી માટેની એડવાન્સ ક્કમ પણ ૫ દિવસમાં કર્મચારીને આપી દેવા ઉપરાંત ઉપરી અધિકારી રજા મંજૂર કરે તેની પણ આ ફેરફાર બાદ જરૃરિયાત નહીં રહે. કર્મચારી પોતે જ આપેલું સટિર્ફિકેટ માન્ય ગણાશે.

પહેલા આવી જોગવાઇ નહીં હોવાને કારણે એલટીસી મેળવવા અને તેના દાવાને નિપટવામાં મહિનાઓ લાગી જતા હતા. કાર્મિક મંત્રાલયના જણાવ્યા પ્રમાણે હવે એલટીસી સાથે જોડાયેલા દરેક કાર્યો માટે પાંચ દિવસની સમયસીમા નક્કી કરવામાં આવી છે એટલે કે રજાઓની મંજૂરી માટે પાંચ દિવસની સમય સીમા નક્કી કરવામાં આવી છે. આજ પ્રકારે પાંચ દિવસની અંદર જ એલટીસી માટે એડવાન્સ રકમ મંજૂર થઇ જશે. એલટીસીના દાવાની પુષ્ટી માટે મહત્ત્।મ ૧૦ દિવસની સમય સીમા નક્કી કરવામાં આવી છે.

જો કાર્મિકની નિયુકિત હેડ કવાર્ટરથી દૂર હોય તો એ સ્થિતિમાં બે દિવસનો વધારાનો સમય અધિકારીઓને આ કાર્ય માટે મળશે. એક અન્ય વ્યવસ્થા એ કરવામાં આવી છે કે, એલટીસી લેવા માટે કર્મચારીઓએ સ્વયં ઘોષણા પત્ર આપવું પડશે. જયારે અત્યાર સુધી એવી જોગવાઇ હતી કે, તેઓએ પોતાના વરિષ્ઠ અધિકારી પાસેથી આ બારામાં સહમતી લાવવાની હોય છે જેમાં સમય લાગતો હોય છે. કાર્મિક મંત્રાલયે નવા નિયમો દાખલ કર્યા છે.

એલટીસી પર રજા પર જવા દરમિયાન જો કોઇ કર્મચારી કોઇ મહત્વની વાત કે તસવીર શેર કરવા ઇચ્છતો હોય તો તે ઉચિત મંચ ઉપર કરી શકે છે. આ સિવાય રજા પર જતાં પહેલાં તેને પોતાના નિયંત્રણ અધિકારીને બતાવવાનું અનિવાર્ય નહીં હોય. સ્વપ્રમાણિત દસ્તાવેજ જ તેના માટે જરૃરી બનશે.

દરમિયાન કેન્દ્ર સરકારના ઓફિસરોને હવે વિવિધ બેઠકોમાં જવા માટે અલગથી ભથ્થું નહીં મળે. આવુ ભથ્થું બંધ કરવામાં આવ્યું છે. આ રીતે બેઠકોમાં ભાગ લેવા માટે ઓફિસરોને થતી કમાણી હવે બંધ થઇ જશે. માનવ સંશાધન વિકાસ મંત્રાલયે આ અંગેના નિર્દેશો જારી કર્યા છે. આવા ભથ્થાંઓ દૈનિક મહત્ત્।મ પ૦૦૦ રૃપિયા સુધીના હોય છે.

You might also like