Categories: Dharm

એકાદશી માહાત્મ્યમ્

ભારતનાં ઋષિ મુનિઓએ ભારતીય સંસ્કૃતિને ઊંચી લાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. તેઓએ પાપ પુણ્યનો, સ્વર્ગ નર્ક આદિનો વિચાર પ્રદર્શિત કરી મનુષ્યને સારા માર્ગે ચાલવા, સારાં કર્મો કરવાં, જપ, તપ, વ્રત, ઉપવાસ કરવા સૂચન કર્યું છે. જેમાં એકાદશીનાં વ્રતનું માહાત્મ્ય ખૂબ જ મોટું છે. એકાદશી એટલે અગિયારશ. વિક્રમ સંવત મુજબ એક વર્ષમાં બાર મહિના(માસ) હોય છે. જેમાં એક માસમાં બે પક્ષ હોય છે. જેમાં એક શુકલ પક્ષ (સુદ) અને બીજો કૃષ્ણ પક્ષ (વદ) કહેવાય છે. બંને પક્ષમાં આવતી અગિયારમી તિથિને અગિયારશ અથવા એકાદશી કહેવાય છે.
એક વર્ષ દરમિયાન કુલ ૨૪ એકાદશી આવે છે. તે ઉપરાંત જો દર ત્રણ વર્ષે આવતા અધિક માસની બે એકાદશી મળીને કુલ ૨૬ એકાદશી હોય છે. એકાદશીને તેના મહત્વના લીધે અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે.
એકાદશીનાં વ્રતમાં ઉપવાસ કરવામાં આવે છે. આમ તો સામાન્ય રીતે ઉપવાસ બે પ્રકારનાં છે. સાપત્ય મનુષ્ય શુકલ પક્ષની અને કૃષ્ણ પક્ષની એમ બંને એકાદશીનો ઉપવાસ કરતા હોય છે. જયારે અપત્ય મનુષ્ય કૃષ્ણ પક્ષની એકાદશીનું વ્રત ન કરતાં સમપત્ર વ્રતનો સંકલ્પ કરે છે. એ જ પ્રમાણે શુકલ પક્ષની ક્ષય તિથિ હોય તો પણ વ્રત ન કરવું જોઈએ તેવો મત છે. વૈષ્ણવો કૃષ્ણ પક્ષની એકાદશી કરે છે. આ એકાદશીનું વ્રત શિવ, વૈષ્ણવ અને શૂદ્ર એમ દરેક કરી શકે છે. છવ્વીસ એકાદશીના વ્રત ન કરી શકે તેને અષાઢ સુદ એકાદશી એટલેકે દેવશયની એકાદશીથી કારતક સુદ એકાદશી એટલેકે પ્રબોધિની એકાદશી સુધીની બધી એકાદશી કરવી જોઈએ. પરણેલી સ્ત્રીઓએ પતિની આજ્ઞા સિવાય એકાદશીનું વ્રત ન કરવું જોઈએ તેવું મહત્વ છે.
એકાદશીનાં વ્રતમાં ઉપવાસ કરવો જરૂરી છે. બને ત્યાં સુધી ઉપવાસમાં ફકત ફળાહાર કરવો જોઈએ. જુદી જુદી ફરાળી વાનગીઓ બનાવીને આહારમાં લેવી ન જોઈએ. પુરાણોમાં જણાવવામાં આવ્યુ છે કે દિવસમાં એક વખત ભોજન લઈને એકાદશીનું વ્રત કરનારને એક ભવનાં પાપ નાશ પામે છે. હકીકતમાં નિરાહારથી ફળાહાર ઉત્તમ છે. તેમજ એકાદશીનું વ્રત આલોક અને પરલોકનું સુખ આપનાર છે. ઉપરાંત સંતાનની ઇચ્છાવાળાએ આ વ્રત કરવું જોઈએ. આમ પુરાણોમાં લખાયું છે.
દરેક એકાદશીની કથા વાર્તાઓ તથા તેનું અલગ અલગ મહત્વ દર્શાવવામાં આવ્યું છે જે નીચે મુજબ જોઈએ.
(૧) પ્રબોધિની એકાદશી
(૨) ઉત્પતિ એકાદશી
(૩) મોક્ષદા એકાદશી
(૪) સફલા એકાદશી
(૫) પુત્રદા એકાદશી
(૬) ષટતિલા એકાદશી
(૭) જયા એકાદશી
(૮) વિજયા એકાદશી
(૯) આમલકી એકાદશી
(૧૦) પાપમોચિની એકાદશી
(૧૧) કામદા એકાદશી
(૧૨) વરુથિની એકાદશી
(૧૩) મોહિની એકાદશી
(૧૪) અપરા એકાદશી
(૧૫) નિર્જળા એકાદશી
(૧૬) યોગિની એકાદશી
(૧૭) શયન એકાદશી
(૧૮) કામિકા એકાદશી
(૧૯) પુત્રદા એકાદશી
(૨૦) અજા એકાદશી
(૨૧) જયંતી એકાદશી
(૨૨) ઈન્દિરા એકાદશી
(૨૩) પાશાંકુશા એકાદશી
(૨૪) રમા એકાદશી
(૨૫) પદ્મિની એકાદશી
(૨૬) પરમા એકાદશી•
http://sambhaavnews.com/

divyesh

Recent Posts

ચીનને પણ સબક શીખવવાનો સમય પાકી ગયો છે

ચીને ભારતીય હિત અને આંતરરાષ્ટ્રીય જનમતની વિરુદ્ધ જઇને પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહંમદના સૂત્રધાર મસૂદ અઝહરને ચોથી વખત બચાવીને પુરવાર…

12 hours ago

હિંદી સિનેમાનો 106 વર્ષનો ઈતિહાસ બરબાદ થયોઃ 31 હજાર ફિલ્મની ઓરિજિનલ રીલ નષ્ટ થઈ

(એજન્સી)મુંબઇ: નેશનલ ફિલ્મ આર્કાઇવ્ઝ ઓફ ઇન્ડિયા (એનએફએઆઇ)ને લઇને કેગે એક રિપોર્ટ રજૂ કર્યો છે. આ રિપોર્ટ મુજબ એનએફએઆઇએ લગભગ ૩૧…

13 hours ago

ડાકોરમાં શ્રદ્વાળુઓનાં ઘોડાપૂર ઊમટયાંઃ કાલે ફૂલડોલ સહિત વિવિધ કાર્યક્રમો

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: યાત્રાધામ ડાકોર રણછોડરાય મંદિરમાં આજે ફાગણ સુદ પૂર્ણિમા નિમિતે દર્શનાર્થીઓનું ઘોડાપુર ઊમટયાં છે પૂર્ણિમા પ્રસંગે વહેલી સવારે…

13 hours ago

બાળકોને હિંદી-અંગ્રેજી શીખવવા માટે ગૂગલે લોન્ચ કરી બોલો એપ

(એજન્સી)નવી દિલ્હી: ગૂગલે થોડા દિવસ પહેલાં નવી એપ બોલો લોન્ચ કરી છે. આ એપ પ્રાથમિક વિદ્યાલયોનાં બાળકોને હિંદી અને અંગ્રેજી…

13 hours ago

એર સ્પેસ બંધ હોવાથી ભારતે જુનિયર ડેવિસ કપ અને ફેડ કપની યજમાની ગુમાવી

(એજન્સી) નવી દિલ્હી: બાલાકોટ હવાઈ હુમલા બાદ પાકિસ્તાનનો એર સ્પેસ બંધ હોવાના કારણે ભારતે જુનિયર ડેવિસ કપ અને ફેડ કપ…

14 hours ago

હવે ટ્રેન મોડી પડશે નહીંઃ રેલવેએ લીધેલો મોટો નિર્ણય

(એજન્સી)નવી દિલ્હી: હવે ટૂંક સમયમાં રેલવેમાં પ્રવાસ કરતા યાત્રીઓને ટ્રેન મોડી પડવાની મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં. તેનું કારણ એ…

14 hours ago