જંગલમાંથી મળી આવી મોગલી ગર્લ, રહેતી હતી વાંદરાઓ સાથે

બહરાઇચઃ ઉત્તર પ્રદેશના જંગલમાંથી એવી બાળકી મળી આવી છે કે જે સામાન્ય માનવી કરતા અલગ પ્રકારની વર્તૂણક ધરાવે છે. 8 વર્ષની આ બાળકી પોલીસને બરાઇચના જંગલમાંથી વાંદરાઓની વચ્ચેથી મળી આવી છે.  સબ ઇન્સપેક્ટર સુરેશ યાદવ કતર્નિયાઘાટના જંગલમાં  મોતીપૂર રેન્જમાં રૂટિન પેટ્રોલિંગ કરી રહ્યાં હતા ત્યારે આ બાળકી મળી આવી હતી.

વાંદરાઓના ઝૂંડ વચ્ચે આ બાળકી હતી. જ્યારે તે બાળકીને બચાવવાનો પ્રયાસ કરી રહ્યાં હતા તે અસંખ્ય વાંદરાઓ વચ્ચે ઘેરાયેલી હતી. તેમની વચ્ચેથી બાળકીને સલામત રીતે બચાવી લેવામાં આવી હતી અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ બાળકી બોલી શકતી નથી અને કોઇ પણ ભાષા સમજી શકતી નથી.  તે માણસના હાવભાવ જોઇને ડરી રહી છે.

ડોક્ટરો તેને ટ્રિટ કરવા જાય છે તો તે ઉશ્કેરાઇ જાય છે. જોકે સારવાર બાદ બાળકીમાં ધીમી ગતીએ પરિસ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે. તે મોઠા વડે ખાય છે. તે પ્રાણીની જેમ પોતાના બંને હાથ અને પગનો ઉપયોગ કરીને ચાલે છે. હાલ તો આ બાળકી હોસ્પિટલ સ્ટાફ અને ડોક્ટર બંને માટે એક કોયડા સમાન છે. તે મનુષ્ય હોવા છતાં તેનમાં કોઇ પણ મનુષ્ય જેવી લાક્ષણિંકતાઓ જોવા મળી રહી નથી.

http://sambhaavnews.com/

You might also like