પાણી ભરેલી ડોલમાં આઠ માસની બાળકી પડતાં મૃત્યુ નીપજ્યું

અમદાવાદ: સુરતના પાંડેસરા વિસ્તારમાં પલંગ પર સૂતેલી આઠ માસની બાળકી પાણીની ડોલમાં પડી જતાં મોત નીપજ્યું છે. આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી. અને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

રાત્રે સૂતી વખતે બાળકોનું ધ્યાન ન રહેતા કોઇ અઘટિત ઘટના ન બને તેવો માતા-પિતાની આંખ ઉધાડતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.  મળતી માહિતી મુજબ સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા નાગસેન નગરમાં દસરથ કુસવાહા પરિવાર સાથે રહે છે. તેમની આઠ મહિનાની બાળકી સપના સવારે પાણીથી ભરેલી ડોલમાં પડેલી હાલતમાં મળી આવી હતી. પલંગ પર સૂતેલી બાળકી પાણી ભરેલી ડોલમાં પડી જવાથી મોત નીપજતા પરિવારમાં શોકની કાલિમા છવાઈ
ગઈ છે.

ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી. અને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

You might also like