શ્રીલંકાના નૌકાદળ દ્વારા આઠ ભારતીય માછીમારોની ધરપકડ

કોલંબો : શ્રીલંકાના નૌકાદળે તમિળનાડુના આઠ માછીમારોની ધરપકડ કરી હતી. મત્સ્ય વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે આ તમામ માછીમારોની શ્રીલંકાના દરિયાકિનારા નજીક નેદૂનતીવુ પાસે માછીમારી કરતી વખતે ધરપકડ કરાઈ હતી.
વિભાગના સહાયક નિર્દેશક ગોપીનાથે જણાવ્યું કે આ માછીમારો અને તેમની બે બોટોને કાંગેસન્થુરાઈ લઈ જવાયા હતા.

ચાર માછીમારો રામેશ્વરમના અને અન્ય ચાર પુડુકોટ્ટઈના રહેવાસી છે. શ્રીલંકાના નૌકાદળે ગઈ ૨૬મી નવેમ્બરે તમિળનાડુના ૧૫ માછીમારોની આંતરરાષ્ટ્રીય સમુદ્રી સરહદના કહેવાતા ઉલ્લંઘનના આરોપમાં ધરપકડ કરી હતી. આ મહિનાની શરૂઆતમાં અલગ અલગ કિસ્સાઓમાં શ્રીલંકાના નૌકાદળે પોતાના જળ વિસ્તારમાં માછલી પકડવાના આરોપમાં ૩૪ માછીમારોની ધરપકડ કરી હતી.

દરમ્યાન ગોપીનાથે જણાવ્યું કે કામેશ્વરમના ચાર માછીમારો કચ્ચાથ્તીવૂમાં ભટકી રહ્યાં છે કારણ કે એક શિલા સાથે ટકરાયા બાદ તેમની નૌકા ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે.

You might also like