બિહારઃ ઔરંગાબાદમાં અથડામણમાં 10 જવાન શહીદ

ઔરંગાબાદઃ બિહારના ઔરંગાબાદમાં સોમવારે નક્સલિઓની સાથે અથડામણમાં આઇઇડી બ્લાસ્ટમાં સીઆરપીએફના 10 કમાન્ડરો શહીદ થયા છે. જ્યારે 5 ઇજાગ્રસ્ત થયા છે. તમામ કમાન્ડરો કોબરા બટાલિયન સાથે છે. અથડામણમાં ત્રણ માઓવાદી પણ માર્યા ગયા છે.

મળતી માહિતી પ્રમાણે ઔરંગાબાદમાં સોનદાહામાં કોબરા બટાલિયનના જવાનો અને નક્સલિઓની વચ્ચે બપોરે અથડામણ થઇ હતી. મોડી રાત્રે અથડામણ પૂરી થઇ હતી. હાલ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. સીઆરપીએફના આઇજી અને ડીઆઇજી ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને ઇજાગ્રસ્ત જવાનોને સારવાર અર્થે મોકલ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું છે કે મરનાર જવાનોની સંખ્યામાં વધારો થઇ શકે છે.

You might also like