આ ભારતીય કંપનીએ ફક્ત 54,211 રૂપિયામાં ઉતારી 150cc ક્રૂઝર બાઇક

નવી દિલ્હી: એકદમ સસ્તી કિંમતમાં ક્રૂઝર બાઇક લેનારાઓ માટે તેલંગાણા સ્થિત ઐડેર કંપની નવી ભેટ લઇને આવી છે. કંપનીએ પોતાની દમદાર ક્રૂઝર બાઇક Eider Ruddy લોન્ચ કરી છે. આ બાઇકને 54,211 રૂપિયાની પ્રતિસ્પર્ધાત્મક કિંમતે ઉતારવામાં આવી છે. કિંમતની દ્રષ્ટિએ આ બજાજ એવેંજર 150 સ્ટ્રીટ આકરી ટક્કર આપશે તેવું માનવામાં આવી રહ્યું છે.

દમદાર એંજીન અને શાનદાર સ્પીડ
Eider Ruddyમાં 150 સીસીનું સિંગલ સિલિન્ડર, એરકૂલ્ડ, 4 સ્ટ્રોક એંજીન લાગેલું છે. જે 11.5 બીએચપીનો પાવર તથા 10.5 એનએમનો ટોર્ક જનરેટ કરે છે. આ બાઇકની ટોપ સ્પીડ 110 કિલોમીટર પ્રતિ કલાકની છે.

Impressive features થી સજ્જ
ઐડેરની આ બાઇકને સસ્તી કિંમતમાં ઉતારવા છતાં તેમાં શાનદાર ફિચર્સ આપવામાં આવ્યા છે. તેમાં રેઇઝ્ડ હેડલબાર્સ, કાઉન્ટર્ડ સીટ, લોન્ગ ટ્રાવેલ ફોક્સ અપ ફ્રન્ટ, મેટલ બોડી કલર તથા એલોય વ્હીલ્સ વગેરેનો સમાવેશ થાય છે.

સમગ્ર દેશમાં 65 ડીલરશિપ્સ પર ઉપલબ્ધ
Eider Ruddy Cruiser bikeને કંપની સમગ્ર દેશમાં હાજર 65 ડિલરશિપ્સ પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત કંપની પોતાની 650ટીકે, જેટમૈક્સ250 તથા 150 એનકે વગેરે બાઇક્સ લોન્ચ કરી ચૂકી છે.

You might also like