26મી જૂને મનાવવામાં આવશે ઇદ : કલ્બે સાદિકે કરી જાહેરાત

લખનઉ : દેશ તથા પ્રદેશમાં આ વખતે ઇદ 26મી જૂને મનાવવામાં આવશે. લખનઉમાં મૌલાનાં ડૉ. કલ્બે સાદિકે આજે ઇદની તારીખની જાહેરાત કરી હતી. દર વર્ષની જેમ જ લખનઉમાં શઇયા ધર્મગુરૂ મૌલાનાં ડૉ. કલ્બે સાદિકે ઇદની તારીખની જાહેરાત કરી દીધી છે. ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડનાં ઉપાધ્યક્ષ મૌલાનાં ડૉ. કલ્બે સાદિકે કહ્યું કે આ વર્ષે 28મી જૂને રમજાન હતો. તેનાં અનુસાર 26મી જૂને ઇદ મનાવવામાં આવશે.

કલ્બેએ કહ્યું કે ઇદનો ચાંદ કાલે એટલે કે રવિવારે દેખાશે. સાદિક છેલ્લા ઘણા વર્ષોથી ઇદની તારીખની જાહેરાત કરે છે. મૌલાનાનો દાવો છે કે તેઓ સો વર્ષ પછીની ઇદની તારીખની જાહેરાત પણ આજે કરી શખે છે. તેમનું કહેવું છે કે ચાંદ સહિત તમામ ગ્રહોની ચાલ નિશ્ચિત હોય છે.

તેઓ નિશ્ચિત સમયે ઉગે છે અને નિશ્ચિત સમયે જ આથમે છે. તેવામાં ચાંદ જોયા બાદ જ ઇદ માનવવાની જાહેરાત કરવાનો હવે કોઇ અર્થ નથી. વૈજ્ઞાનિક રીતે પણ તમે તે વસ્તુ નક્કી કરી શકો છો.

You might also like