કાશ્મીરમાં ઇદના જૂલુસ પર આતંકી હુમલો : બે ઘાયલ

શ્રીનગર : અહીંથી આશરે ૫૦ કિ.મી. દૂર આવેલા અનંતનાગ જિલ્લાના બિજબેહારા નગરમાં ઈદ-એ-મિલાદ તહેવાર નિમિત્તે આયોજિત એક કાર્યક્રમના સંબંધમાં આજે બપોરે કાઢવામાં આવેલા એક સરઘસ વખતે એક પોલીસ ટૂકડી પર ત્રાસવાદીઓએ હુમલો કર્યો હતો. એમાં એક પોલીસ અધિકારી અને એક કોન્સ્ટેબલને ઈજા થઈ હતી.

આ ઘટના બિજબેહાર નગરના ગોડીવાન વિસ્તારમાં બની હતી. મોહમ્મદ પયગંબરની જન્મતિથિ નિમિત્ત્।ે કાઢવામાં આવેલા સરઘસ વખતે એક પોલીસ ટૂકડી રાબેતા મુજબનો સુરક્ષા બંદોબસ્ત જાળવવામાં વ્યસ્ત હતી ત્યારે એમની પર અચાનક ગોળીબાર કરવામાં આવ્યા હતા. ગોળીબારમાં સબડિવિઝનલ પોલીસ ઓફિસર ઈર્શાદ એહમદ અને એક કોન્સ્ટેબલ ઘાયલ થયા હતા. બંનેને આર્મીહોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

હિઝબુલ મુજાહિદ્દીનના પ્રવકતા બુરહાનઉદ્દીને શ્રીનગર સ્થિત એક સમાચાર સંસ્થાને જણાવ્યું હતું કે તેના સંગઠનની વિશેષ ટૂકડીએ પોલીસ પર આ હુમલો કર્યો હતો. તે સફળ રહ્યો હતો અને વિશેષ ટૂકડીના લોકો હુમલો કર્યા બાદ નાસી છૂટવામાં સફળ થયા હતા.

You might also like