ઇદ પાર્ટીમાં સાથે જોવા મળ્યા મલાઇકા-અરબાઝ

મુંબઇઃ હાલમાં જ ઇદના ખાસ પર્વ પર સલમાન ખાનના ઘરે એક શાનદાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં બોલિવુડના જાણિતી સેલિબ્રિટી રિતેશ-જેનેલિયા, કરણ જોહર, સિદ્ધાર્થ મલ્હોત્રા, જેકલીન ફર્નાડિસ સહિત અનેક સ્ટાર્સ આવ્યા હતા.

સેલિબ્રેશનની એક ફોટો સલમાનની બહેન અર્પિતા ખાને ઇન્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. જેમાં ખાન પરિવારના તમામ સભ્યો હતા. જેમાં અરબાઝ ખાન અને મલાઇકા અરોરા ખાન પણ સાથે જોવા મળ્યા હતા. ફેમિલી પિક્ચરમાં બંને એક સાથે જોવા મળ્યા છે. ત્યારે તેની પરથી એવું લાગી રહ્યું છે કે હવે તેમની વચ્ચે  જે મનભેદ હતા તે દૂર થઇ ગયા લાગે છે અને હવે બંને વચ્ચે બધુ જ બરોબર થઇ ગયું હોય તેવું લાગી રહ્યું  છે.

 

You might also like