અાઇશર નાળામાં ખાબકતાં અમદાવાદના બે યુવાનોનાં મોતઃ બેને ગંભીરપણે ઈજા

અમદાવાદ: અમદાવાદ-લીંબડી હાઈવે પર પાણશીણા ગામના પાટિયા પાસે એક અાઇશર ટ્રક નાળામાં ખાબકતાં સર્જાયેલા અકસ્માતમાં અમદાવાદના બે યુવાનોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયાં હતાં જ્યારે બે વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા બંનેને લીંબડીની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં અાવ્યા છે.

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા ગોવિંદજી પ્રતાપજી ઠાકોર જૂનાગઢથી છોટા હાથી ટેમ્પો ખરીદી અાઇશરમાં ભરી અમદાવાદ તરફ અાવી રહ્યા હતા ત્યારે અમદાવાદ-લીંબડી હાઈવે પર પાણશીણાના પાટિયા પાસે અાયસરના ચાલકને ઝોકું અાવી જતાં અાઇશર ગાડી નાળામાં ખાબકી હતી. અા અકસ્માતમાં અાઇશર ગાડીનાે ભુકો બોલી ગયો હતો અને ગાડીમાં બેઠેલા વસ્ત્રાલના પ્રતાપજી ઠાકોર અને દાણીલીમડા વિસ્તારમાં અાવેલી છીપા સોસાયટીમાં રહેતા અારિફ યાસિનભાઈ ચા વાલાનું ગંભીર ઈજા થવાના કારણે ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતાં.

જ્યારે અન્ય બેને ગંભીર ઈજાઓ પહોંચતાં બંનેને લીંબડીની સરકાર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં અાવ્યા છે જ્યાં અેકની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળે છે. બનાવની જાણ થતાં જ લીંબડી પોલીસે તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી બંને મૃતદેહને પીએમ માટે મોકલી અાપ્યા હતા અને મરનારના સંબંધીઓને અમદાવાદ ખાતે જાણ કરી હતી.

You might also like