તરતા જોવા મળ્યા ઇજિપ્તએર યાત્રિઓના શરીરના ટૂકડા

કાઇરો: ગુરુવારે ગૂમ થયેલું ઇજિપ્તએરની ફ્લાઇટ એમએસ804નો કાટમાળ મળી ગયો છે. અધિકારીઓએ જણાવ્યું કે કાટમાળ ભૂમધ્યસાગરમાં તરતો જોવા મળ્યો છે. આ કાટમાળમાં સામાન અને કેટલાક તરતા અંગો પણ જોવા મળ્યા છે.

ત્યારે સૂત્રો દ્વારા જાણવા મળ્યું કે ફ્લાઇટના ટોયલેટ અને ઇલેક્ટ્રિક સિસ્ટમમાં ધુમાડાની જાણ થઇ હતી. આ વાત ફ્લાઇટ સાથે સંપર્ક તૂટ્યો તેના થોડાક સમય પહેલાની હતી. જો કે હજુ આ વાતની અધિકારીક તપાસ કરવામાં આવી નથી.

ફ્લાઇટ એમએસ804 ફ્રાંસની રાજધાની પેરિસથી કાઇરો માટે રવાના થઇ હતી અને ઇજિપ્તમાં એન્ટ્રી કરતાં જ ગૂમ થઇ ગઇ હતીઆ ફ્લાઇટમાં 66 લોકો મુસાફરી કરી રહ્યા હતાં. ઇજિપ્તની સેના તરફથી જાણકારી મળી હતી કે એલેક્ઝાન્ડ્રિયાથી 290 કિલોમીટર દૂર સમુદ્રમાં ફ્લાઇટના ટુકડા અને લોકોનો સામાન તરતો જોવા મળ્યો છે.

ગ્રીસના ડિફેન્સ મિનિસ્ટર પાનોસ કામોનોસએ જણાવ્યું કે માનવ શરીરનો એક અંગ, બે સીટ અને ઓછામાં ઓછો એક સૂટ કેસ મળી આવ્યો છે. હવે ફ્લાઇટ રોકોર્ડરની તપાસ કરવામાં આવી રહી છે. ફ્રાંસ તરફથી આ વાતની તપાસ શરૂ થઇ ગઇ છે કે ફ્લાઇટના ટેક ઓફ કરતા પહેલા કોઇ સુરક્ષા ચૂકી નહોતી

નવેમ્બરમાં જ્યારે આતંકી હુમલો થયો હતો તો ત્યારબાદ એરપોર્ટ પર કામ કરતાં લોકોને મળેલી સુરક્ષા ક્લીયરેન્સ હટાવી દીધી હતી.

You might also like