ઇજીપ્તમાં ભીષણ ટ્રેન અકસ્માત, 15નાં મોત, 40 ઘાયલ

ઇજીપ્તમાં એક યાત્રી ટ્રેન અને માલગાડી વચ્ચે ભીષણ ટક્કર થઇ હોવાના એક અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યાં છે. સૂત્રોને મળતી જાણકારી મુજબ આ દૂર્ઘટનામાં 15 યાત્રીઓના મોત નિપજયાં છે અને 40થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે. આધિકારીક સૂત્રોને મળતી જાણકારી મુજબ આ રેલ દૂર્ઘટના ઉત્તરી આફ્રીકી દેશમાં થયો છે.

ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એક અહેવાલ મુજબ આ દૂર્ઘટના ઉત્તરી બેહીરા ગવર્નેટમાં કોમ હમાદા પાસે થયો છે. જો કે હજુ સુધી આ દૂર્ઘટનાનું કારણ જાણવા મળ્યું નથી. સૂત્રોને મળતી જાણકારી મુજબ આ ટ્રેન એલેકઝેન્ડરિયા જઇ રહી હતી, જ્યારે માલગાડી કાહીરા તરફ જઇ રહી હતી.

સૂત્રોના હવાલે મળતી જાણકારી મુજબ પેસેન્જર ટ્રેનના બે કોચ એન્જીનથી અલગ થઇ માલગાડી સાથે ટકરાયા હતા. આ અગાઉ 1લી ઓગસ્ટે થયેલ એક રેલ દૂર્ઘટનામાં 42 લોકોનાં મોત નિપજ્યાં હતા અને 100થી વધારે લોકોને ઇજા પહોંચી હતી.

You might also like