ઇજિપ્ત, સોમાલિયામાં આતંકી હુમલાઃ ૨૮નાં મોત, ૨૦ને ઈજા

મોગાદિશુ/કેરો : ઇજિપ્ત અને સોમાલિયામાં આતંકવાદીઓ ત્રાટકયા હતા. ઇજિપ્તમાં આતંકવાદીઓએ ગિઝાનાં પ્રાચીન પિરામિડો નજીક એક શકિતશાળી બૉમ્બ ધડાકો કરતાં નવ વ્યકિતઓનાં મોત થયાં હતાં તથા ૨૦ જેટલા લોકોને ઈજા પહોંચી છે. મૃતકોમાં ચાર પોલીસ કર્મચારીઓનો સમાવેશ થાય છે, તો બીજી તરફ સોમાલિયામાં એક રેસ્ટોરન્ટને નિશાન બનાવવામાં આવ્યું કે જયાં ૧૯ વ્યકિતઓનાં મોત થઈ ગયાં. મૃતકોમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે.

 

મળતી માહિતી મુજબ સોમાલિયાનાં પાટનગર મોગાદિશુમાં દરિયા કાંઠે આવેલ એક જાણીતા રેસ્ટોરન્ટ ઉપર બૉંબ વિસ્ફોટ કરી ૧૯ લોકોની હત્યા કરી દેવાઈ. આ હુમલો આતંકવાદી સંગઠન અલશબાબનાં પાંચ આતંકવાદીઓએ કર્યો. સોમાલિયાનાં પોલીસ અધિકારી મોહમ્મદ અબ્દિરહમાને જણાવ્યું કે મૃતકોમાં બાળકો અને મહિલાઓ પણ છે. ગુરુવારે રાત્રે જયારે લોકો રેસ્ટોરન્ટમાં જમવા માટે બેઠા હતાં, ત્યારે જોરદાર વિસ્ફોટ થયો અને અચાનક બંદૂકધારીઓ રેસ્ટોરન્ટમાં ઘૂસી આવ્યાં.

 

અલ-કાયદા સમર્થિત અલશબાબે આ હુમલાની જવાબદારી લીધી છે. હુમલામાં ચાર બંદૂકધારીઓ પણ માર્યા ગયા છે, જયારે એકને ઝડપી પડાયો છે. મોગાદિશુમાં ગત નવેમ્બરમાં પણ આવી જ રીતે એક હોટેલમાં હુમલો કરાયો હતો કે જેમાં ૧૨ જણા માર્યા ગયા હતાં. હુમલા વખતે અનેક નેતાઓ અને સાંસદો પણ હાજર હતાં. ૧૨ મૃતકોમાં પૂર્વ સેના પ્રમુખ અબ્દીકરીમ ધેગાબડન તથા હોટેલ માલિક અબ્દીરાશિદ ઇલ્કાયત પણ સામેલ હતાં. ગુરુવારે ફરીથી આતંકવાદીઓએ વધુ એક રેસ્ટોરન્ટને નિશાન બનાવ્યુ હતું.

 

બીજી બાજુ ઇજિપ્તમાં ગાઝિ પિરામિડો નજીક ધડાકો તે વખતે થયો કે જયારે પોલીસનાં એક દળે ગિઝાનાં કાહિરા ઉપનગરમાં પિરામિડો તરફ જતા માર્ગ પાસે આતંકવાદીઓનાં એક ઠેકાણા પર દરોડા પાડ્યાં. આ ધડાકો એવા સમયે થયો છે કે જયારે આગામી સોમવારે ૨૦૧૧માં થયેલ ક્રાંતિની વર્ષગાંઠ છે. આ ક્રાંતિએ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હોસ્ની મુબારકને અપદસ્થ કરી નાંખી હતી.

 

પોલીસે જણાવ્યું કે ગિઝા વિસ્તારમાં આતંકવાદીઓનાં અડ્ડા પર સલામતી દળોનાં એક દળે હુમલો કર્યા બાદ આ ધડાકો થયો કે જેમાં ૯ લોકોનાં મોત થઈ ગયાં. આ ધડાકા બાદ આખા વિસ્તારની ઘેરાબંધી કરી લેવાઈ છે. પોલીસે જણાવ્યું કે આતંકવાદીઓ તથા સલામતી દળો વચ્ચે અથડામણ થઈ. દરમિયાન ઍપાર્ટમેન્ટમાં છૂપાયેલા આતંકવાદીઓનાં બૉમ્બ્સમાં ધડાકો થયો. કેટલાક ઈજાગ્રસ્તોની હાલત ગંભીર બતાવાઈ રહી છે.

 

દેશનાં અશાંત વિસ્તાર ઉત્ત્।ર સિનાઈ ખાતે આતંકવાદીઓએ ગઈકાલે એક પોલીસ ચોકીમાં ઘૂસી હુમલો કર્યો હતો કે જેમાં પાંચ પોલીસ કર્મચારીઓનાં મોત થઈ ગયા હતાં

You might also like