એગલેસ જામુ કેક

સામગ્રીઃ

1 કપ મેંદો

½ કપ ઘઉંનો લોટ

1 મોટી ચમચી વેનીલા પાવડર

1 વાટકી કાળા જાબુ (વચ્ચેથી બીજ કાઢી નાખેલા)

2 જાયફળ (ક્રશ કરેલા)

11/2 ચમચી વિનેગર

½ ચમચી બેકિંગ પાઉડર

1 કપ દળેલી ખાંડ

21/3 કપ માખણ

બનાવવાની રીતઃ કેકના પાત્રમાં થોડુ માખણ લગાવો. ઓવનમાં 170 ડિગ્રી સેલ્સિયસ પર પ્રી હીટ કરો. હવે એક બાઉલમાં મેંદો, ઘઉંનો લોટ, ઇલાયચી પાવડર, બેકિંગ પાઉડર અને જાયફળ એડ કરીને બરોબર મિક્સ કરો.પછી તેમાં ઓગળેલુ માખણ એડ કરીને તેને બરોબર હલાવી લો. ત્યાર બાદ તેમાં બુરૂખાંડ, કાજુ અને જાબુ એડ કરો. પછી તેમાં દૂધ અને બેકિંગ સોડા એડ કરીને બરોબર મિક્સ કરો. તેથી તેમાં દાણા ન રહે. હવે મિશ્રણમાં વેનીલા પાવડર એડ કરો અને બરોબર મિક્સ કરો. હવે મિશ્રણને માખણ લગાવેલ પેનમાં એડ કરીને 30 મિનિટ માટે 170 ડિગ્રી સેસ્લિયસ ઓવનમાં રાખો. કેક બેક થઇ જાય પછી તેને ઠંડી થવા દો. કેકને પેનમાંથી નિકાળી લો. તેને ગરમા ગરમ ચા સાથે સર્વ કરો.

 

You might also like