એગલેસ ચોકો ચિપ્સ

સામગ્રી

2 કપ મેંદો

3 કેળા

¾  કપ ખાંડ

1 ટી સ્પૂન તજનો પાવડર

½ કપ ચોકો ચિપ્સ

½ ટી સ્પૂન બેકિંગ પાવડર

½ ટી સ્પૂન બેકિંગ સોડા

½ કપ રિફાઇન્ડ ઓઇલ

1 ટી સ્પૂન વેનીલા એસેન્સ

1 ½ ટી સ્પૂન લીંબુનો રસ

બનાવવાની રીત

કેળાની છાલ ઉતારીને તેને મેશ કરી અલગ રાખો. હવે એક મોટા બાઉલમાં તેલ, મેશ કરેલા કેળા અને ખાંડ એડ કરી મિક્ષણને જ્યાં સુધી ખાંડ ન ઓગળે ત્યાં સુધી હલાવતા રહો. જ્યારે પેસ્ટનો કલર બદલાવા લાગે ત્યારે તેમાં વેનીલા એસેન્સ એડ કરો. હવે તેમાં થોડો મેંદો, તજનો પાવડર, બેકિંગ પાવડર અને બેકિંગ સોડા નાખીને મિક્ષણને બરોબર મિક્સ કરો. જ્યારે બધી જ સામગ્રી મિક્સ થઇ જાય ત્યારે તેમાં બાકી રહેલો મેંદો એડ કરીને તેને બરોબર મિક્સ કરી લો. હવે તૈયાર મિક્ષણમાં ચોકો ચિપ્સ ભેળવો બની શકે છે કે તમને મિક્ષણ કેકના મિક્ષણ જેટલું ઘટ્ટ ન લાગે. જો તમને તે મિક્સ કરવામાં મુશ્કેલી પડી રહી હોય તો તેમાં બે ચમચી દૂધ ભેળવી મિક્સ કરી લેવું. હવે તેમાં લીંબુનો રસ ભેળવો અને બરોબર મિક્સ કરો. મિશ્રણને બેક કરવા માટે કેક ટિનમાં બટર કે પછી તેલ લગાવવું અને તેની ઉપર થોડા મેંદાનો છંટકાવ કરવો. કેક ટિનમાં તૈયાર બેટરને યોગ્ય રીતે ફેલાવી દો. હવે 180 ડિગ્રી સેંટીગ્રેટ પ્રીહીટેડ ઓવનમાં કેક ટિનમાં 25 મિનિટ માટે બેક થવા દો. કેક થઇ ગયા પછી તેને ઓવનની બહાર કાઢી ઠંડી થવા દો અને ચા અને કોફી સાથે સર્વ કરો.

You might also like