પુત્રપ્રાપ્તિ નહીં થતાં પત્નીને ગળે ફાંસો દઇને હત્યાનો પ્રયાસ

અમદાવાદ: શહેરના વટવા વિસ્તારમાં આવેલ ચાર મા‌િળયા મકાનમાં રહેતી એક પરિણીતાને પુત્ર નહીં થતાં તેના પતિએ ગળે ફાંસો દઇને હત્યા કરવાની કોશિશ કરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. વટવા વિસ્તારમાં આવેલ ગજેન્દ્ર ગડકરનગરમાં રહેતી સુલતાનબાનુ અબ્દુલકાદર શેખે વટવા પોલીસ સ્ટેશનમાં તેના જમાઇ વિરુદ્ધમાં હત્યાની કોશિશની ફરિયાદ કરી છે. ચારેક વર્ષ પહેલાં આસ્નાબાનુએ તેના પાડોશમાં રહેતા અને ‌િરક્ષા ડ્રાઇ‌િવંગ કરતા ઝા‌િકરહુસેન ઉર્ફે પાલે મોહંમદ ઇસ્માઇલ શેખ સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં. લગ્ન બાદ આસ્નાબાનુએ ઝારા અને અલીના નામની પુત્રીને જન્મ આપ્યો હતો.

આસ્નાબાનુને પુત્ર થતો નહીં હોવાથી ઝા‌િકરહુસેન તેની સાથે અવારનવાર મારઝૂડ કરતો હતો. ચાર દિવસ પહેલાં મોડી રાતે આસ્નાબાનુ ઘરમાંથી બૂમો પાડતી હોય સ્થાનિકો ભેગા થઇ ગયા હતા અને દરવાજો ખોલવાની કોશિશ કરી હતી. જેથી ઝા‌િકર ગેલેરી કૂદીને ભાગી ગયો હતો. આસ્નાબાનુ જમીન નીચે બેભાન હાલતમાં પડી હતી અને તેના ગળામાં દુપટ્ટો વીંટેલો હતો. સુલતાનબાનુઅે એલ.જી. હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી હતી.

ગઇ કાલે તેને હોશ આવતાં વટવા પોલીસ સમક્ષ ઇશારાથી ફરિયાદ લખાવી હતી. ઇન્સ્પેક્ટર બી. જે. સરવૈયાએ જણાવ્યું છે કે આસ્નાબાનુએ પુત્રને જન્મ નહીં આપતાં અવારનવાર ઝા‌િકર સાથે તેની સાથે મારઝૂડ કરતો હતો. હાલ ઝા‌િકરની ધરપકડ કરીને હત્યાની કોશિશ કરવા પાછળનું સાચું કારણ જાણવા માટે તજવીજ શરૂ કરી છે.

You might also like