નારંગીની છાલથી દૂર ભાગશે મચ્છર, જાણો એવા જ કેટલાક USE

સામાન્ય રીતે નારંગીની છાલ ફેંકી દેવામાં આવે છે. જો કે નારંગીની જેમ એની છાલનો પણ ઘણા પ્રકારે ઉપયોગ થઇ શકે છે. એક એક્સપર્ટના જણાવ્યા અનુસાર નારંગીની છાલને ઉપયોગ કરતાં પહેલા પાણીથી ધોઇ નાંખો, તમે ઇચ્છો તો તડકામાં સૂકવીને પાઉડર બનાવી દો અને ડબ્બામાં સ્ટોર કરીને રાખો.

નારંગીની છાલને સ્કીન પર બર કરવાથી મચ્છર કરડતાં નથી.

નારંગીની છાલને સૂકવીને પીસી લો. એમાં મધ મિક્સ કરીને સ્કીન પર અપ્લાય કરવાછી સ્કીનનો ગ્લો વધે છે.

ઓરેન્જ પીલને સૂકવીને એનો પાવડર બનાવી લો. એને દહીંમાં મિક્સ કરીને સ્કીન પર લગાવવાથી રંગ ગોરો થાય છે.

નારંગીની છાલમાં કાચું દૂધ મિક્સ કરીને આંખોની નીચે લગાવવાથી ડાર્ક સર્કલ દૂર થાય છે.

સૂકાયેલા ઓરેન્જ પીલમાં ઓટ્સ, દૂધ મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી પિંપલ્સ બરોબર થાય છે.

ઓરેન્જ પીલને સૂકવી દો. એના પાવડરમાં દહીં મિક્સ કરીને વાળના મૂળમાં લગાવવાથી ખોડો દૂર થાય છે.

નારંગીની છાલને ફ્રીઝમાં રાખવાથી એની સ્મેલ દૂર થાય છે.

ન્હાતી વખતે નારંગીની છાલને બોડી પર ઘસવાથી સ્કીનમાં ચમક વધે છે. એને બોડી સ્ક્રબની જેમ ઉપયોગમાં લઇ શકીએ છીએ.

ઓરેન્જ પીલમાં ગુલાબ જળ મિક્સ કરીને લગાવવાથી ડાઘ ધબ્બા દૂર થઇ જાય છે.

ઓરેન્જની છાલને ચાવવાથી મોં માંથી આવતી દુર્ગંધ દૂર થઇ જાય છે.

http://sambhaavnews.com/

You might also like