રાજન ઈફેક્ટઃ બેન્ક શેર્સમાં ઘટાડો જોવાયો

અમદાવાદ: આજે શરૂઆતે શેરબજાર નીચા ગેપથી ખૂલ્યું હતું. બીએસઈ સેન્સેક્સ ૭૭ પોઈન્ટના ઘટાડે ૨૬,૫૪૮ જ્યારે એનએસઈ નિફ્ટી ૩૩ પોઈન્ટના ઘટાડે ૮૧૩૬ પોઈન્ટની સપાટીએ ખૂલી હતી.જોકે હવે, આરબીઆઈ ગર્વનર રઘુરામ રાજનનું જવું નિશ્ચિત થઈ ગયું છે ત્યારે તેમના જવાથી બેન્કિંગ નીતિ ઉપર સૌથી વધુ નરારાત્મક અસર થશે તેવા સેન્ટીમેન્ટ પાછળ બેન્કિંગ શેર્સસહિત બેન્ક નિફ્ટી પણ રેડઝોનમાં જોવાઈ હતી.
આજે શરૂઆતે એસબીઆઈના શેર્સમાં એક ટકાનો ઘટાડો નોંધાયો હતો. એ જ પ્રમાણે મોટા ભાગની બેન્કના શેર્સમાં ૦.૩૦ ટકાથી ૦.૬૦ ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. જોકે ડોલર સામે રૂપિયો તૂટવાથી આઈટી શેર્સમાં સકારાત્મક અસર નોંધાઈ હતી.
ઈન્ફોસિસ, ડો.રેડ્ડીસ લેબ્સ, ટીસીએસ, ઓએનજીસી અને સિપ્લા કંપનીના શેર્સમાં ૦.૨૫ ટકાથી એક ટકા સુધીનો સુધારો નોંધાયો હતો. તો બીજી બાજુ એશિયન પેઈન્ટ, લુપિન અને એક્સિસ બેન્ક સહિત બેન્કિંગ સેકટરમાં પ્રોફિટ બુકિંગ જોવાયું હતું.

You might also like