સફળતા મેળવવા માટે PM મોદીએ વિદ્યાર્થીઓને આપી 10 Tips

મનની વાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓને સફળતા મેળવવા માટેના ઉપાયો જણાવ્યા

1.કોઇ પણ દબાવ વગર કામ કરો, બીજા સાથે હરિફાઇ કરવાના બદલે પોતાની જાત સાથે હરિફાઇ કરો. તમારી અપેક્ષાઓ બીજા પાસે પુરી કરાવવાના બદલે પોતાની જાતે જ અપેક્ષાઓ પુરી કરો

2.પરીક્ષા આંકડાઓની રમત નથી તેથી કોઇ પણ ટેન્શન વગર ભણો અને પરીક્ષાની તૈયારી કરો

3.પરીક્ષાના દિવસોને આનંદ ઉત્સવની જેમ ઉજવો

4.સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મન રહે છે એટલે તમે તમારા રુટિન પર સંપૂર્ણ ધ્યાન રાખો. સમયસર ઉંઘવું અને પૂરતી ઉંઘ લેવી ખુબ જ જરૂરી છે. જેથી તણાવમુક્ત રહેશો.

5.જીવનમાં શિસ્ત સફળતાઓની આધારશિલાને મજબૂત બનાવે છે. એટલે જરૂરી છે જે કામ જે સમયે થાય તે સમયે જ કરો. સવારનું કામ ભલે સાંજે થાય પરંતુ તેમાં તમારી ઘણી એનર્જી વપરાશે. જરૂરી છે કે એનર્જીનો સાચી જગ્યાએ અને સાચા સમયે ઉપયોગ કરો.

6.તમારી પાસે જે છે તેની પર વિશ્વાસ રાખો. આ વિશ્વાસ સાથે પરીક્ષા આપવા જાવ છો તો પણ ગમે તેવી મુશ્કેલીને માત આપી શકશો. બીજા વિદ્યાર્થીઓ પાસે શું છે તે અંગે વિચારશો નહીં.

7.અર્જુનની જેમ તમે તમારા ટાર્ગેટ પર ધ્યાન રાખો, અંદરની શાંતિનો અનુભવ કરો.

8.પરીક્ષા હોલમાં પ્રશ્નપત્રમાં આપેલી સૂચનાઓને ધ્યાનથી વાંચો. એવું ના વિચારશો કે એ તમારો સમય બગાડશે. હંમેશા સૂચનાઓ ધ્યાનથી વાંચો. આમ કરવાથી કોઇ ભૂલ થશે નહીં અને તમે પરીક્ષા સારી રીતે આપી શકશો. પ્રશ્નને સમજવો ખુબ જ જરૂરી છે. કોઇ પણ પ્રશ્નનો જવાબ આપતાં પહેલા તેને બે વાર વાંચો. આ પ્રક્રિયા તમારા પ્રશ્નને સરળ બનાવી દે છે.

9.પરીક્ષા દરમિયાન યોગ જરૂરથી કરો, ધ્યાન લગાવો અને તમારી જીવનશૈલીમાં યોગને અપનાવો

10.તમારા ધૈર્યને જાળવી રાખો, તમારા લક્ષ્ય પર અડગ રહો, તે ડરને પણ ડરાવે છે.

પીએમ મોદીની સાથે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે પણ છોકરાઓને સંદેશ આપ્યો:

બધા લોકો તમારી પાસે આશા રાખશે પરંતુ તમે તમારા માટે લક્ષ્ય નક્કી કરો અને તેમની આશાઓ પૂરી પાડો . તમારી વિચારસણી સકારાત્મક હોવી જરૂરી છે, વિચારો જ તમને સકારાત્મક પરિણામો આપશે.

 

You might also like