ફી નિર્ધારણ અંગે સરકારનાં નવા નિયમ કર્યા જાહેર : અડીયલ શાળાઓ દંડાશે

ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા શાળા ફી નિર્ધારણના નિયમની શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરી છે. નિયમ પ્રમાણે જો વધુ ફી કોઈ પણ શાળા દ્વારા લેવામાં આવશે તો તેની સામે કડક કાર્યવાહી કરવાની જોગવાઈ કરવામાં આવી છે. જો શાળાઓ પ્રથમ વખત ફી નિર્ધારણનો ભંગ કરશે તો 5 લાખનો દંડ,બીજી વખત ભંગ કરાતા 5 થી 10 સુધીનો દંડ અને જો ત્રીજી વખત કાયદાની જોગવાઈ કરતા વધુ ફી લેવાશે તો શાળાની માન્યતા રદ કરવામાં આવશે.

શિક્ષણમંત્રીએ કરેલી જાહેરાત પ્રમાણે 30 દિવસમાં સંચાલકોએ ફી નિર્ધારણની દરખાસ્ત કરવાની રહેશે. દરખાસ્ત મળ્યા 90 દિવસમાં કમિટી દ્વારા નિર્ણય લેવાશે. વધુમાં વધુ 15 હજાર,25 હજાર અને 27 હજાર સુધીની ફી રાખી શકાશે. જેમાં ખાનગી પ્રાથમિક શાળામાં 15 હજાર રૂપિયા ફી જ્યારે ખાનગી માધ્યમિક,ઉચ્ચ માધ્યમિક 25 હજાર ફી ઉઘરાવી શકશે. તો ખાનગી ઉચ્ચ માધ્યમિક વિજ્ઞાન પ્રવાહની શાળાઓમાં 27 હજાર સુધીની ફીનું ધારાધોરણ નક્કી કરવામાં આવ્યું છે.

રાજ્યમાં અલગ અલગ 4 સ્થળોએ ફી નિર્ધારણ કમિટીનું હેડક્વાટર સ્થાપવામાં આવશે. અમદાવાદ,સુરત,રાજકોટ,વડોદરામાં કમિટીનું હેડકવાટર હશે. જ્યાં ફી નિર્ધારણ મુદ્દે વાલીઓ ફરિયાદ નોંધાવી શકશે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ચોખ્ખા શબ્દોમાં કહ્યુ છે કે ફી નિર્ધારણ મુદ્દે સંચાલકોની મનમાની કોઈ પણ રીતે ચલાવી નહી લેવાય.

ત્રિ માસિક ફી નહીં લેનાર સામે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા લાલ આંખ કરી છે. જેમાં ફી નિર્ધારણ માટે 19 નિયમો જાહેર કરવામાં આવ્યા છે. ફી વધારા માટે સ્કૂલ સંચાલકોને 30 દિવસમાં દરખાસ્ત કરવાની રહેશે. જ્યારે પ્લે ગ્રૃપને નિયમોમાંથી મુક્તિ પરંતુ શાળાઓના પ્લે ગ્રૃપને મુક્તિ નહી. શાળાના હિસાબો રાખવાની જવાબદારી પ્રિન્સીપાલ અને મેનેજીંગ ટ્રસ્ટીના શીરે રહેશે તેઓ હિસાબ માટે સંપૂ્ર્ણ જવાબદાર રહેશે.

સંચાલકોએ શાળાએ જતા વિદ્યાર્થીઓની ઈમેજ લેવી. રાજ્ય સરકારે શાળા ફી નિર્ધારણના નિયમ જાહેર કર્યા છે. અને આ નિયમ ભંગ કરનાર શાળા સામે લેવાશે આકરા પગલાં લેવામાં આવશે. જેમાં પ્રથમ વખત થશે 5 લાખનો દંડ, બીજી વખત થશે 5 થી 10 લાખનો દંડ, અને જો ત્રીજી વખત નિયમ ભંગ થશે તો શાળાની માન્યતા રદ કરી દેવામાં આવશે. જેની મંજૂરી રાજ્યપાલ આપી ચૂક્યા છે. નવા ફીના નિયમો ઝડપથી અમલમાં લવાશે.

કોઇપણ ખાનગી સ્કૂલના સંચાલકો ઓછી ફી લેનારા હશે તે એકાએક ફીમાં વધારો નહીં કરે. રાજ્યમાં ચાર સ્થળોએ ફી નિર્ધારણ કમિટીનું હેડક્વાટર સ્થાપવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ,સુરત,રાજકોટ,વડોદરામાં કમિટીનું હેડકવાટર રહેશે. વાલીઓ ફી મુદ્દે ફરિયાદ DEO અથવા DPOને કરી શકશે. સરકાર કોઈપણ સંજોગોમાં સંચાલકોને વશ નહી થાય. રાજયમાં 9 હજાર પ્રાથમિક શાળાઓ આવેલી છે. 3 હજાર માધ્યમિક, 3 હજાર ઉચ્ચતર માધ્યમિક શાળાઓ આવેલી છે. 18 થી 19 નિયમોના આધારે સમિતી કામ કરશે.

You might also like