‘સુપ્રીમ કોર્ટમાં સરકારની જીત થઇ’ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું નિવેદન

ફી નિયમનને લઈ શિક્ષણમંત્રી ભૂપેદ્રસિંહ ચુડાસમાએ પત્રકાર પરિષદ યોજી હતી જેમાં શિક્ષણમંત્રીએ નિવેદન આપતા જણાવ્યું કે ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં સરકારના અધિકારીની વાત કોર્ટે માન્ય રાખી છે.

ફી નિયમન મુદ્દે ગુજરાત સરકારની જીત થઈ છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે એક સપ્તાહમાં ફી નિયમન કમિટિનું પુનઃરચના કરાશે. કમિટીમાં હાઈકોર્ટના નિવૃત્ત જજની નિમણૂક કરવામાં આવશે, અને મુક્તિને લઈ ફેર વિચારણા કરવામાં આવશે. 28 ફેબ્રુઆરી સુધી વાલીઓની રજૂઆત સાંભળવામાં આવશે.

જ્યારે 14 માર્ચ સુધી શાળા સંચાલકોની દરખાસ્ત સાંભળવામાં આવશે. આ તમામ બાબતો સાંભળ્યા બાદ ફાઈનલ સુનાવણી મે મહિનામાં હાથ ધરાશે.

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટમાં રાજ્ય સરકારને લપડાક પડી હતી જેમાં ફી નિર્ધારણ વિધેયક મુદ્દે રાજ્ય સરકારને ફટકાર પડી હતી. સુપ્રીમે ફી નિર્ધારણ કમિટીને રદ્દ કરી હતી. જ્યારે ફી અંગેના સ્લેબ પણ સુપ્રીમ કોર્ટ દ્વારા રદ્દ કરાયા હતા. નવેસરથી ફી સ્ટ્રકચર નક્કી કરવા સુપ્રીમ કોર્ટે સરકારને આદેશ આપ્યો હતો.

You might also like