વડોદરાની નવરચના અને શેનન શાળાએ વિદ્યાર્થીઓએ ફી ન ભરતા પકડાવી દીધુ LC

વડોદરાઃ શહેરમાં શાળાનાં સંચાલકોની દાદાગીરી હાલમાં પણ યથાવતપણે ચાલી રહી છે. નવરચના અને શાનેન સ્કૂલનાં સંચાલકોએ 25 જેટલાં વિદ્યાર્થીઓને LC આપ્યાં છે. જેનાં કારણે વાલીઓએ હેલ્પલાઈનનો સહારો લીધો છે. ત્યારે હવે વાલીઓ આ મુદ્દે DEO કચેરીમાં રજૂઆત કરશે.

ઉલ્લેખનીય છે કે વડોદરાની નવરચના સ્કૂલ અને શાનેન સ્કૂલનાં સંચાલકોએ 25 જેટલાં વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી LC આપીને કાઢી મૂક્યાં છે. બંને શાળાનાં સંચાલકોએ ફી બાકી છે તેવાં દરેક વિદ્યાર્થીઓને LC આપી દીધાં છે.

જે વિદ્યાર્થીઓને LC આપીને નિકાળી દેવામાં આવ્યાં છે તે દરેક વિદ્યાર્થીઓને રજિસ્ટર એડીથી ઘરે LC મોકલાતાં તમામ વાલીઓ ચોંકી ઉઠ્યાં છે. જો કે વાલીઓએ આ મામલે ઉગ્ર રોષ ઠાલવ્યો છે.

મહત્વની બાબત તો એ છે કે બાકી રહેલી ફી ભરનાર તમામ વાલીઓએ ફી ભરવાની તૈયારીઓ દર્શાવી છે પરંતુ વાલીઓનાં આ વર્તનને લઇને શાળાનાં સંચાલકો LC પાછું લેવા તૈયાર નથી.

જેને લઇ વાલીઓમાં ભારે ઉગ્ર રોષ જોવાં મળી રહ્યો છે અને વાલીઓ હવે DEO કચેરી ખાતે આ મામલે રજૂઆત કરશે.

You might also like