પગાર વધારાની માગણી સાથે શિક્ષણ સહાયકો કાલે સામૂહિક મૂંડન કરાવશે

(અમદાવાદ બ્યૂરો)
અમદાવાદ: પગારના મુદ્દે છેલ્લા ઘણા સમયથી લડત ચલાવી રહેલા ગ્રાન્ટેડ શાળાઓમાં ફરજ બજાવી રહેલા શિક્ષણ સહાયકોએ રાજ્ય સરકારને અલ્ટિમેટમ આપી પોતાની પડતર માગણીઓ ઉકેલવા ચીમકી આપી છે ત્યારે ગુજરાત રાજ્ય શિક્ષણ સહાયક સમિતિ દ્વારા આયોજિત રાજ્યવ્યાપી કાર્યક્રમમાં આવતી કાલે કુલ ૧૬૫૦ શિક્ષણ સહાયક જેમાં ૬૫૦ મહિલા અને ૧૦૦૦ પુરુષ ગ્રાન્ટેડ શિક્ષણ સહાયકનો સમાવેશ થાય તે છે પોતાની માગો અણઉકેલ રહેતાં તેના વિરોધમાં સામૂહિક મૂંડન કરાવશે.

ગુજરાત રાજ્યમાં છેલ્લાં બે વર્ષથી સરકારી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળા સહિત તમામ વિભાગમાં ફેબ્રુઆરી ૨૦૧૭ થી ૪૨૦૦ અને ૪૪૦૦ ગ્રેડ પેના તમામ ફિક્સ પગારના કર્મચારીઓને અનુક્રમે રૂ.૩૧૩૪૦ અને ૩૮૦૯૦ પગાર ચૂકવવામાં આવે છે, તેમજ ૨૮૦૦ ગ્રેડ પેના ફિક્સ પગારના તમામ વિભાગના કર્મચારીઓને પણ રૂ.૩૧૩૪૦ પગાર ફેબ્રુઆરી ૨૦૧૭થી ચૂકવાય છે, ત્યારે ગ્રાન્ટ ઇન એઇડ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકમાં ૪૨૦૦ અને ૪૪૦૦ના પે ગ્રેડના શિક્ષણ સહાયકને આ અનુક્રમે રૂ ૨૫૦૦૦ અને ૨૬૦૦૦ પગાર આપવામાં આવી રહ્યો છે.

રાજ્ય સરકારના આ પ્રશ્નોને ઉકેલવા આપ્યાને પણ ખાસો સમય વીતી ચૂક્યો છે, છતાંય આ પ્રશ્નો કોઈ નિવેડો ન આવતાં અને લોકસભાની ચૂંટણી અંતર્ગત આચાર સંહિતા થવાનો સમય ટકોરા દઈ રહ્યો હોય ત્યારે આ કાર્યક્રમ યોજાયો છે. આ રાજ્યવ્યાપી કાર્યક્રમમાં અત્યાર સુધી કુલ ૧૬૦૦થી વધુ મૂડન કાર્યક્રમ માટે રજિસ્ટ્રેશન થયાં છે.

You might also like