પછાત વિસ્તારોમાં અચાનક વધી શિક્ષિત પુત્રવધૂઅોની માગ

ગુંડગાવ: દેશના સૌથી પછાત જિલ્લામાં સામેલ હરિયાણાના મેવાત જિલ્લામાં ભણેલી-ગણેલી દુલહનોની માગ અચાનક જ વધી રહી છે. તેનું કારણ શિક્ષણ પ્રત્યે જાગૃતિ નહીં, પરંતુ ચૂંટણી ન લડી શકવાની ચિંતા છે. હરિયાણા સરકાર તરફથી થોડા દિવસ પહેલાં અશિક્ષિત વ્યક્તિઅોને ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવાનો કાયદો બનાવ્યા બાદ મેવાતમાં ભણેલી-ગણેલી વહુ લાવવાનું ચલણ વધી ગયું છે.

ગુંડગાવ લોકસભા સીટ હેઠળ અાવતા મેવાતમાં ઘણા અેવા પરિવાર છે, જે લગ્ન નક્કી થતાંની સાથે જ ભાવિ દુલહનોને ચૂંટણીની ટિ‌કિટ અાપવાનો વાયદો કરે છે. અા અે પરિવાર છે, જેની પાસે પેઢીઅોથી ગામનું નેતૃત્વ છે અથવા તેઅો જિલ્લા પંચાયત પર કબજો ધરાવે છે.,પરંતુ કાયદો બદલાતાં નેતૃત્વ તેમના હાથમાંથી સરતું જતું હોય તેમ લાગે છે. અાવા સંજોગોમાં અા લોકોઅે શિક્ષિત વહુ લાવીને સીટ બચાવવાનો રસ્તો અપનાવ્યો છે.

સ્થાનિક લોકોઅે જણાવ્યું કે જુલાઈ બાદ અા વર્ષે લગભગ ૫૦ એવાં લગ્ન થયાં, જેમાં પેઢી દર પેઢીથી રાજકીય વર્ચસ્વ જમાવી બેઠેલા પરિવારોઅે ટિ‌કિટ અાપવાનો વાયદો કરીને લગ્ન કર્યાં.

કેટલાક લોકો તો બીજાં લગ્ન કરવા માટે પણ તૈયાર છે. મેવાતના પૂણાહના બ્લોકના પંચનામા નિમકા ગામના સરપંચ અસગર કાયદો બદલાવાના કારણે અા વખતે ચૂંટણી લડવા માટે યોગ્ય રહ્યા નથી. અા વખતે તેમની બેઠક મહિલા અારક્ષિત છે, પરંતુ મહિલાઅો માટે અાઠમું ધોરણ પાસ ફરજિયાત છે.

દ‌લિત મહિલાઅો માટે પાંચમું ધોરણ પાસ જરૂરી છે. અાવા સંજોગોમાં અસગરે પોતાના પુત્ર મકસુદનાં બીજાં લગ્ન કરાવવાનો નિર્ણય કર્યો. મકસુદનાં બીજાં લગ્ન સહરાનપુરની અંજુમ નાઝ સાથે થયાં. તે બીઅે છે. હવે અસગરના પરિવાર માટે ચૂંટણીના મેદાનમાં ન ઊતરવાની સમસ્યા હલ થઈ ગઈ.

You might also like