ચંદ્ર પર ચાલનાર અંતરિક્ષ યાત્રી અડગર મિચલનું નિધન

મિયામી : ચંદ્રમાં પર ચાલનારા અમેરિકી અંતરિક્ષયાત્રી અડગર મિચલનું 85 વર્ષની વયે નિધન થઇ ગયું છે. તેનાં પરિવાર અને નાસા તરફથી આ જાણકારી આપવામાં આવી હતી. ચંદ્રની જમીન પર કુલ 12 લોકો ઉતર્યા છે જે પૈકીનાં એક મિચલ હવે નથી રહ્યા. નાસાએ તેમને શ્રદ્ધાંજલી પાઠવી છે. મિચલ થોડા સમયથી બિમાર હતા. જો કે કાલે તેમણે અંતિમ શ્વાલ લીધા હતા. જો કે આજે તેઓ ચંદ્ર પર ઉતર્યા તેને 45 વર્ષ પુરા થયા.
તેઓ 1971માં ચંદ્ર સંલગ્ન એપેલો 14 મિશનનાં સભ્ય હતા. તેમની સાથે મિશનમાં એ શેપર્ડ જૂનિયર અને સ્ટુઅર્ટ રોસાનો સમાવેશ થાય છે. રોસાનું 1994માં જ્યારે શેપર્ડનું 1998માં નિધન થયું હતું. મિચલ ઉપરોક્ત મિશનનાં અંતિમ જીવીત સભ્ય હતા. નાસાનાં પ્રમુખ ચાર્લ્સ બોલ્ડેને કહ્યું કે તેઓ સંશોધનમાં વિશ્વાસ ધરાવતા હતા. મનુષ્યને ચંદ્ર પર મોકલવાનાં રાષ્ટ્રપતિ કૈનેડિ (જોન એફ કેનેડી)નાં આહ્વાન બાદ તેઓ નાસા સાથે જોડાયા હતા.
મિચલે ઘણા પુસ્તકો લખ્યા હતા. જેમાં 1996માં આવેલ તેમનું સંસ્મરણ ધ વે ઓફ ધ એક્સપ્લોરરનો સમાવેશ થાય છે. તેમનાં પરિવારમાં બે પુત્રીઓ જ્યારે દત્તક લીધેલા ત્રણ પુત્ર અને 9 પૌત્રોનો સમાવેશ થાય છે. અત્રે નોંધનીય છે કે તેઓનાં પુસ્તકો અમેરિકામાં ઘણા પ્રખ્યાત હતા. નાસાએ તેમનાં મૃત્યુ અંગે શોકની લાગણી વ્યક્ત કરીને તેમને શ્રદ્ધાંજલી પાઠવી છે.

You might also like