અમે દરેક પડકાર માટે તૈયાર: સૌરવ ગાંગૂલી

બંગાળ ક્રિકેટ સંઘ (સીએબી)ના અધ્યક્ષ સૌરવ ગાંગૂલીએ ભારત-પાકિસ્તાન ટી-20 વર્લ્ડકપની મેચ ધરમશાળાથી કોલકાતા ખાતે રમાડવા પર ખુશી વ્યક્ત કરી છે. ગાંગૂલીએ આ અંગે જણાવ્યું કે સીએબી દરેક પડકાર માટે તૈયાર છે. તેણે કહ્યું ટીકટને લઇને થોડી સમસ્યા જરૂર થશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઇસીસી)ના મુખ્ય કાર્યકારી અધિકારી ડેવ રિચર્ડસને બુધવારે મેચને સુરક્ષાના કારણોસર ધરમશાળાથી કોલકાતા શિફ્ટ કરવાની જાહેરાત કરી હતી. જેના અનુસંધાનમાં સીએબીના અધ્યક્ષ સૌરવ ગાંગૂલીએ કહ્યું હતું કે તેઓ દરેક પડકાર માટે તૈયાર છે.

સીએબીને આનાથી કોઇ ફરક પડશે નહીં. અમે હાલમાં જ મેચનું આયોજન કર્યું છે અને મેદાન તેમજ સ્ટેડિયમ તૈયાર છે. આ એવી રીતે છે કે એક વધુ ટીમ આવશે અને મેચ રમશે. સુરક્ષા અંગે ગાંગૂલીએ જણાવ્યું હતું કે સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવશે. અમે આ નિર્ણયથી ખુશ છીએ. ટિકટનો મામલો સમસ્યા છે, મેચની તૈયારીમાં કોઇ સમસ્યા નથી. અમે દરેક મેચ માટે તૈયાર છીએ. ટિકીટની કિંમત ફાઇનલ મેચની ટિકીટ પ્રમાણે રહેશે. 12 માર્ચે અમારી પાસે ટિકીટ આવી જશે. બે દિવસનો સમય ટિકીટ પર સ્ટેમ્પ લગાવામાં જશે. ત્યારબાદ અમારી પાસે ટીકીટના વેચાણ માટે ત્રણ દિવસ રહેશે.

You might also like