ભારત માતા કી જય બોલવા મુદ્દે વિવાદ બાદ જજે કહ્યું આ ટીવી સ્ટુડિયો નહી

નવીદિલ્હી : દિલ્હીની એક કોર્ટે ટેરર ફંડિંગ મુદ્દે ધરપકડ કરાયેલ અલગતાવાદી નેતા શબ્બીર શાહની રિમાન્ડ 6 દિવસ માટે વધારી દીધી છે. શબ્બીર શાહે ગુરૂવરે દિલ્હીની એક કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. પ્રવર્તન નિર્દેશાલયે શબ્બરી શાહનાં રિમાન્ડ વધારવા માટે એક અરજી દાખલ કરી હતી. પોતાની અરજીમાં ઇડીએ કહ્યું કે શબ્બીર શાહ પાકિસ્તાની આતંકાદીઓ સાથે સતત સંપર્કમાં હતા. શાહે મોબાઇલ ડિટેઇલ પરથી ખ્યાલ આવ્યો કે તેમની પાસે પાકિસ્તાન, દુબઇ અને ઇંગ્લેન્ડમાં આંતરરાષ્ટ્રીય સંબંધો છે, જેની તપાસ થવી જોઇએ.

કોર્ટમાં રજુ કરવામાં આવ્યા ત્યારે શાહે આરોપ લગાવ્યો કે રાજનીતિક બદલા માટે તેમના પર કાર્યવાહી થઇ રહી છે. જેનાં જવાબમાં ઇડીનાં વકીલે કહ્યું કે શાહ જેવા લોકો દેશને પાયમાલ કરે છે. કોર્ટમાં ચર્ચા દરમિયાન એવું પણ બન્યું જ્યારે જજે કહ્યું કે આ કોર્ટ છે ટીવીનો સ્ટુડિયો નહી. વકીલે પુછ્યું કે શું શાહ ભારત માતા કી જય કહી શકે છે.

શબ્બીરે પોતાની સાથે અમાનવીય વ્યવહાર અને જીવનું જોખમ હોવાનો આરોપ લગાવ્યો હતો. શાહે કહ્યું કે, તેની પાસે પરાણે કાગળો અને નિવેદનો પર હસ્તાક્ષર કરાવવામાં આવ્યા. શબ્બીર શાહ મની લોન્ડ્રિંગનાં 10 વર્ષ જુના કેસમાં આરોપી છે. વારંવાર વોરન્ટ છતા હાજર નહી રહેતા પટીયાલા કોર્ટે તેની વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરન્ટ ઇશ્યુ કર્યું હતું.

You might also like