નીતિશ હટતા જ લાલુ પર પસ્તાળ :EDએ પણ કેસ દાખલ કર્યો

નવી દિલ્હી : બિહારમાં હાલ મોટુ રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે. નીતીશ કુમાર દ્વારા ભાજપ સાથે ગઠબંધન કર્યા બાદ ઇડી દ્વારા રાજદ લાલુ પ્રસાદ યાદવ વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ દાખલ કરવામાં આવ્યું છે. લાલુ અને તેનાં પરિવારનાં સભ્યો વિરુદ્ધ રેલ્વે હોટલ એલોટમેન્ટ કેસમાં ઇડી દ્વારા મની લોન્ડરિંગનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ લાલુ અને તેનાં પરિવાર વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ જ કેસમાં અગાઉ સીબીઆઇ દ્વારા પણ કેસ દાખલ કરવામાં આવી ચુક્યો છે. મહિના અગાઉ સીબીઆઇ દ્વારા ક્રિમિનલ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ સીબીઆઇ દ્વારા ફરિયાદ બાદ લાલુ અને રાબડીદેવી સહિતનાં અન્ય સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. અધિકારીઓનાં અનુસાર એન્ફોર્સમેન્ટ વિભાગ દ્વારા પણ શંકાસ્પદ શેલ કંપનીઓ સ્થાપીને નાણાની હેરાફેરી કરવામાં આવી હોવાનો મુદ્દો સામે આવ્યો હતો.

You might also like