પૂર્વ નાણાંમંત્રીના પુત્ર કાર્તિ ચિદમ્બરમના નિવાસસ્થાને ઇડીના દરોડા

પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમ્ના અને તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમના નિવાસસ્થાને ED દ્વારા દરોડા પાડવામાં આવ્યાં હતાં. દિલ્લી અને ચેન્નઇ ખાતેના તેમના નિવાસસ્થાને EDએ કાર્યવાહી કરી હતી. INX લાંચ કેસમાં EDએ તપાસ હાથ ધરી હતી.

EDના 5 અધિકારીઓની ટીમ તપાસ કરી રહી છે. 2017માં ED દ્વારા કાર્તિ વિરૂદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. કાર્તિ પર FIPBમાંથી મંજૂરી આપવાનો અને લાંચ લેવાનો આરોપ લાગ્યો હતો. રૂપિયા 3.5 કરોડ મેળવ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

ઇડીના પાંચ અધિકારીઓની ટીમે સવારે સાત વાગે ચિદમ્બરમના ઘરે પહોંચી હતી. ઇડીના અધિકારીઓ દ્વારા અંદાજે 3.5 કલાક સુધી તપાસ હાથ ધરવામાં આવી હતી. ઇડીના અધિકારીઓ 11 વાગે કાર્તિ ચિદમ્બરમના નિવાસસ્થાને બહાર નિકળ્યા હતા. જો કે ઇડીના અધિકારીઓએ મીડિયા સમક્ષ કોઇ નિવેદન આપ્યું નહોતું.

ઇડીના અધિકારીઓના દરોડા સમયે પૂર્વ નાણાંપ્રધાન પી. ચિદમ્બરમ કે તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમ બંનેમાંથી કોઇ ઘરે હાજર હતું નહીં. જો ઇડીના દરોડા બાદ પી. ચિદમ્બરમના વકીલે જણાવ્યું હતું કે ઇડીના અધિકારીઓને દરોડમાં કાંઇ મળ્યું નથી.

You might also like