બોલિવુડ સ્ટાર્સના માનીતા અને કોંગ્રેસ નેતા બાબા સિદ્દીકીના ઘરે EDના દરોડા

મુંબઇઃ કોંગ્રેસના નેતા બાબા સિદ્દીકીના ઘરે ઇડીએ દરોડા પાડ્યા છે. 100 કરોડ રૂપિયાથી વધારે રૂપિયા જમા કરવાના આરોપમાં ઘેરાયેલા સિદ્દીકીના 6 ઠેકાણા પર ઇડીએ છાપેમારી કરી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે 6 ઠેકાણા પર ઇડીએ છાપા માર્યા છે. મહારાષ્ટ્રના બાંદ્રા વેસ્ટના ઘારાસભ્યા બાબા સિદ્દીકી દર વર્ષે રમજાનમાં મોટી પાર્ટી આપે છે. આ પાર્ટીમાં બોલિવુડ સ્ટાર્સ હાજરી આપે છે. આ પાર્ટીમાં બાબા સ્ટાર્સ વચ્ચેના મતભેદ પણ દૂર કરાવે છે.

વર્ષ 2013માં સિદ્દીકીની ઇફ્તાર પાર્ટીમાં સલમાન ખાન અને શાહરૂખ ખાન વચ્ચે મતભેદ દૂર કરવામાં આવ્યો હતો. આ પાર્ટીમાં સલમાન અને શાહરૂખે એકબીજા સાથે વાત કરી હતી. સલમાન અને રાહુલ લાંબા સમય સુધી એકબીજાથી નારાજ હતા. બંને વચ્ચે કોઇ જ વાતચીત ન હતી. ત્યારે બાબા સિદ્દીકીએ બંનેને ઇફતાર પાર્ટીમાં બોલાવીને બંને વચ્ચેની અબોલા દૂર કર્યા હતા.

http://sambhaavnews.com/

You might also like