મની લોન્ડરિંગના કેસમાં છગન ભૂજબળને ઈડીનો સમન્સ

મુંબઈ: એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે (ઈડી) મહારાષ્ટ્રના પૂર્વ પીડબલ્યુડી પ્રધાન અને એનસીપીના નેતા છગન ભૂજબળ ફરતે ગાળિયો વધુ મજબૂત બનાવ્યો છે. ઈડીએ મની લોન્ડરિંગની તપાસના સંદર્ભમાં છગન ભૂજબળને ૧૪ માર્ચે હાજર થવા સમન્સ પાઠવ્યો છે. ઈડી હવે છગન ભૂજબળની મની લોન્ડરિંગ કેસમાં ૧૪ માર્ચે તપાસ કરનાર છે. ઈડીએ છગન ભૂજબળને જારી કરેલા સમન્સ અંગે સૌ પ્રથમ માહિતી ભાજપના નેતા કિરીટ સૌમેયાએ ટ્વિટ કરીને આપી હતી. ત્યાર બાદ ઈડીએ પણ તેને સમર્થન આપ્યું છે. ઈડીએ મહારાષ્ટ્રના સદન બાંધકામ કૌભાંડ અને કલિના જમીન કબજા બાબતે મની લોન્ડરિંગની કાયદાની જોગવાઈ હેઠળ ભૂજબળ અને અન્ય બે વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી છે.

You might also like