લાલૂ-તેજસ્વીની વધી મુશ્કેલી, હવે મની લોન્ડ્રિંગનો કેસ દાખલ

પટના: બિહારમાં જેડીયૂ અને આરજેડીની રાજકીય મિત્રતા પૂરી થઇ હતી જ ને લાલૂ યાદવ અને એમના પરિવારના વિરુદ્ધ એક નવી સમસ્યા આવી પડી. પહેલાથી જ ભ્રષ્ટાચાર અને ગોટાળાના આરોપોને સહન કરી રહેલા લાલૂના પરિવાર વિરુદ્ધ હવે પ્રવર્તન નિદેશાલયે એક નવો કેસ દાખલ કર્યો છે. ઇડીએ મની લોન્ડ્રિંગના આરોપમાં આરજેડી પ્રમુખ લાલૂ યાદવ, એમની પત્ની રાબડી દેવી અને નાનો પુત્ર તેજસ્વી યાદવની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.

આ કેસ રેલ્વે હોટલ ગોટાળાના આરોપમાં દાખલ કરવામાં આવ્યો છે. જો કે આ કેસ મહાગઠબંધન તૂટવાના એક દિવસ પહેલા જ દાખલ થઇ ગયો હતો. આ પહેલા આ બાબતે સીબીઆઇએ લાલૂ યાદવની વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. લાલૂ યાદવ પર રેલ મંત્રી હતા ત્યારે 2006માં રેલ્વે સંપતિઓ ઓછા ભાવે પ્રાઇવેટ કંપનીને ભાડે આપવા માટેનો આરોપ હતો.

આ બાબતે સીબીઆઇ લાલૂ યાદવ, રાબડી દેવી અને તેજસ્વી યાદવને પૂછપરછ કરી રહી છે. ત્યારબાદ ઇડીએ સીબીઆઇની તપાસ અને એફઆઇઆરના આધાર પર મની લોન્ડ્રિંગ હેઠળ આ નવો કેસ દાખલ કરવામાં આવ્યો છે. લાલૂ, રાબડી અને તેજસ્વી ઉપરાંત કેટલાક અન્ય લોકો પર પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

જણાવી દઇએ કે લાલૂ યાદવ પર ઘાસચારા કૌભાંડનો કેસ ચાલી રહ્યો છે. જેના માટે ગુરુવારે જ કોર્ટમાં હાજર રહેવા માટે રાંચી ગયા હતા. ત્યાં એમના પુત્ર અને પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ વિરુદ્ધ પણ ભ્રષ્ટાચારનો કેસ પહેલાથી જ દાખલ છે. જેના આધાર પર એમના રાજીનામાની માંગણી કરવામાં આવી રહી હતી અને આ આરોપને નીતીશ કુમારમાં બિહારમાં મહાગઠબંધન તૂટવાનો આદાર બનાવ્યો હતો. હાલમાં નીતીશ કુમાર એક વખત ફરીથી ભાજપના સમર્થનથી બિહારના મુખ્યંત્રી બની ગયા છે.

http://sambhaavnews.com/

You might also like