મની લોન્ડ્રીંગ કેસ: લાલુની દિકરી અને જમાઇ વિરૂધ્ધ ઇડીએ દાખલ કરી ચાર્જશીટ

પટના : એક બાજુ આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવને લઇને ચારા કૌભાંડ પર સુનાવણી થવાની શક્યતા છે ત્યારે બીજી તરફ આરજેડી પ્રમુખ લાલુ યાદની દિકરી મીસા ભારતી અને તેના જમાઇ શૈલેષ કુમાર વિરુધ્ધ ઇડીએ દિલ્હીની પટિયાલા હાઇકોર્ટમાં મની લોન્ડ્રીંગ કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે.

આ અગાઉ ઇડીને મની લોન્ડ્રીંગ મામલે લાલૂની દીકરી અને રાજ્યસભા સાંસદ મીસા ભારતી વિરુધ્ધ કાર્યવાહી કરતા ઘણી જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ અગાઉ એક હજાર કરોડ રૂપિયાની બેનામી સંપત્તિની તપાસ કરી રહેલી ઇડીએ મીસાના દિલ્હી સહિત બીજી જગ્યાઓ પર સંપત્તિની ત્રણ જગ્યા પર દરોડા પાડ્યા હતા.

ત્યારબાદ મીસાએ પોતાના પતિ સાથે આયકર વિભાગ ડિપાર્ટમેન્ટની ઓફિસ પહોંચ્યા હતા, આજે આ મામલે ઇડી દ્વારા દિલ્હીની પટિયાલા કોર્ટમાં ચાર્જશીટ દાખિલ કરવામાં આવ્યા છે.

You might also like