દેશમાં Internet પરના પ્રતિબંધને કારણે Economyને ત્રણ અબજ ડોલરનું નુકસાન

મુંબઇ: ઇન્ટરનેટ ઉપર પ્રતિબંધના કારણે દેશની ઇકોનોમીને પાછલાં પાંચ વર્ષમાં સમયગાળામાં એટલે કે વર્ષે ૨૦૧૨થી ૨૦૧૫ સુધીમાં ત્રણ બિલિયન ડોલરનું નુકસાન થયાનો અંદાજ છે. આ અંગેની જાણકારી આઇસીઆઇસીઆઇઆર-ICICIRના એક રિપોર્ટમાં બહાર આવી છે.

રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે વર્ષ ૨૦૧૨થી વર્ષ ૨૦૧૭ના ગાળા દરમિયાન દેશમાં ૧૨,૬૧૫ કલાક ઇન્ટરનેટ ઉપર પ્રતિબંધના કારણે દેશની ઇકોનોમીને ભારે નુકસાન ઉઠાવવું પડ્યું હતું. નોંધનીય છે કે દેશમાં અશાંતિ જેવી પરિસ્થિતિમાં રાજ્ય સરકાર ઇન્ટરનેટ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેતી હોય છે. જેના કારણે સોશિયલ મીડિયાના માધ્યમ થકી તણાવને રોકી શકાય.

એ જ પ્રમાણે આ જ સમયગાળામાં દેશમાં ૩,૭૦૦ કલાક ફિક્સ્ડ લાઇન ઇન્ટરનેટ પરના પ્રતિબંધના કારણે પણદેશની ઇકોનોમીને ૬૭.૮૪ કરોડ ડોલરનું નુકસાન ઉઠાવવું પડ્યું હતું.

You might also like