અાર્થિક તણાવ અને હાડમારીઓના કારણે માઈગ્રેનનું રિસ્ક વધે

વ્યક્તિની શારીરિક ત્રાસ સહન કરવા ક્ષમતા વધુ હોય છે, પણ જ્યારે માનસિક રીતે તનાવ વધી જાય ત્યારે તે નબળી પડી જાય છે. બ્રિટનના રિસર્ચરોનું કહેવું છે કે જ્યારે વ્યક્તિને અાર્થિક ભીંસ અનુભવાય છે અને પૈસા કમાવા માટે હાડમારીઓનો અનુભવ કરવો પડે છે ત્યારે તેનું મગજ જવાબ દઈ દે છે. હંગેરીની યુનિવર્સિટી ઓફ બુડાપેસ્ટ અને બ્રિટનના અભ્યાસકર્તાઓનું કહેવું છે કે જ્યારે મગજની રિધમિક પેટર્નમાં ગરબડ થાય છે ત્યારે શરીરમાં કોર્ટિસોલ તરીકે ઓળખાતા સ્ટ્રેસ હોર્મોનનું પ્રમાણ વધે છે. અા હોર્મોનથી શરીરનંુ અાંતરિક તાપમાન વધે છે અને મગજમાં ન્યુરોડીજનરેટિવ સ્ટ્રેસ પેદા થાય છે.

You might also like