આર્થિકનીતિ સામે સંઘની ભગિની સંસ્થાએ મોરચો ખોલ્યો

નવી દિલ્હી: સરકારની આર્થિક નીતિઓ સામે સંઘની વિવિધ ભગિની સંસ્થાઓએ મોરચો ખોલ્યો છે. સ્વદેશી જાગરણ મંચ સહિત ખેડૂત વેપારી સંઘો અને મજૂર સંઘોએ સરકારની વિદેશ, આર્થિક નીતિ સહિત ભારતીય બજારમાં ચાઇનીઝ ચીજવસ્તુના વેચાણ સામે વિરોધ કર્યો છે. આગામી ૨૯ ઓક્ટોબરે સ્વદેશી મહારેલીનું એલાન આપ્યું છે.

સ્વદેશી જાગરણ મંચના રાષ્ટ્રીય પ્રચાર પ્રમુખ દીપક શર્માએ જણાવ્યું કે અમે અસંગઠિત ક્ષેત્રમાં કરોડો બેરોજગારોના સમર્થનમાં આ રેલી કરી રહ્યા છીએ. દેશમાં બેરોજગારોની સ્થિતિ ચિંતાજનક સ્તરે વધી છે. સરકારે રોજગારી ઊભી કરવાના બદલે સ્થિતિ ઊંધી થઇ રહી છે.

You might also like