ઈકોનોમિક ગ્રોથ ચાલુ વર્ષે ૭.૯ ટકા રહેવાનું અનુમાનઃ ગોલ્ડમેન સાશ

મુંબઇઃ ગોલ્ડમેન સાશના કહેવા પ્રમાણે ચાલુ વર્ષે દેશનાે ઈકોનોમિક ગ્રોથ ૭.૯ ટકા રહેવાનું અનુમાન છે. એપ્રિલથી જૂનના ત્રિમાસિક સમયગાળામાં આ ગ્રોથ ઘટીને ૭.૮ ટકાની સપાટીએ રહી શકે છે.

ગોલ્ડમેન સાશના કહેવા પ્રમાણે દેશમાં અપેક્ષા કરતાં સારું ચોમાસું, સરકારી કર્મચારીઓને અપાયેલું સાતમું પગારપંચ તથા બેન્કિંગ સેક્ટર સહિત અન્ય સેક્ટરમાં કરાયેલા નીતિગત સુધારાથી દેશમાં વિદેશી રોકાણનો પ્રવાહ વધ્યો છે અને તેને કારણે દેશનો ઈકોનોમિક ગ્રોથ ૭.૯ ટકા રહેવાનું અનુમાન છે.

ચીનમાં વૃદ્ધિને લઇને હજુ પણ ચિંતા જોવા મળી રહી છે તથા યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારો કરવામાં આવે તો દેશના ઈકોનોમિક ગ્રોથ સામે જોખમ ઊભું હોવાની ચિંતા વ્યક્ત કરાઇ છે.

You might also like