ઈકોનોમી ગ્રોથમાં સુધારાે કરવા ટેક્સટાઈલ સેક્ટરના પ્રશ્નો ઉકેલો

મુંબઇ: સાઉથ ઇન્ડિયા મિલ્સ એસોસિયેશન-સિમાએ કહ્યું છે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં જોવા મળી રહેલી વિસંગતતાના કારણે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝને ખૂબ ખરાબ અસર પડી છે. ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા પ્રશ્નો ખૂબ ઝડપથી ઉકેલવાની જરૂર છે, જેના કારણે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા તમામ વેપારીઓને જીએસટીના દાયરામાં લાવી શકાય.

એસોસિયેશનના ચેરમેનના જણાવ્યા પ્રમાણે જીએસટી અમલમાં આવે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા તમામ પ્રયત્ન પ્રશંસનીય છે. સરકારે કોટન ટેક્સટાઇલ વેલ્યૂ ચેઇન અને ટેક્સટાઇલ જોબવર્કનો સૌથી નીચલાે ટેક્સ સ્લેબ પાંચ ટકામાં રાખ્યો છે.

આ સેક્ટરમાં નીચલા ટેક્સ દરે કપાસની ખેતી કરવાવાળા અને આ વેપાર સાથે જોડાયેલ વર્ગના એક અંદાજ મુજબ ૪૦ મિલિયન લોકોની રોજગારીની રક્ષા કરવાનું કામ કર્યું છે. પ્રોસેસ્ડ કોટન ફેબ્રિક્સ માટે કુલ ઇનપુટ ટેક્સ ક્રેડિટ-આઇટીસી વેચાણ મૂલ્યના ૩થી ૫ ટકાની વચ્ચે રહેશે. તેમણે કહ્યું કે ડાઇ અને કેમિકલ પ્રોસેસિંગથી થતા ટેક્સટાઇલ પર ૧૮ ટકાના દરે જીએસટી છે, જ્યારે ફેબ્રિક્સ અને જોબવર્ક પર પાંચ ટકાના દરે જીએસટી છે. દરમિયાન ટેક્સટાઇલ સેક્ટરમાં રજિસ્ટ્રેશન, જૂના સ્ટોક સંબંધી પણ કેટલીક સમસ્યા છે.

You might also like