૨૦૧૮-૧૯માં આર્થિક વિકાસદર ૭.૪ ટકા રહેવાનો અંદાજઃ RBI

વોશિંગ્ટન: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર ઉર્જિત પટેલે કહ્યું છે કે ભારતીય ઈકોનોમી નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮માં સારંુ પ્રદર્શન કરશે એટલું જ નહીં, નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં દેશના આર્થિક વિકાસમાં ઝડપી વૃદ્ધિ થવાની આશા છે.

આરબીઆઇના ગવર્નરના જણાવ્યા પ્રમાણે ચાલુ નાણાકીય વર્ષમાં દેશનો આર્થિક વિકાસદર ૭.૪ ટકા રહેવાનું અનુમાન છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ-આઇએમએફની ઇન્ટરનેશનલ મોનેટરી ફાઇનાન્સ કમિટીની બેઠકમાં પટેલે કહ્યું હતું કે ભારતની ઇકોનોમીને મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો ઝડપી ગ્રોથ, વેચાણમાં વધારો, સર્વિસ સેક્ટરનું મજબૂત પર્ફોર્મન્સ અને રેકોર્ડ કૃષિ ઉત્પાદનના કારણે સપોર્ટ મળ્યો છે.

તેમણે કહ્યું કે વૈશ્વિક માગમાં વૃદ્ધિ નોંધાઇ છે, તેના કારણે એક્સપોર્ટ અને નવા રોકાણમાં વધારો નોંધાયો છે, જેના કારણે નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં જીડીપી ગ્રોથ રેટ વધીને ૭.૪ ટકા રહેવાની આશા છે.

You might also like