૨૦૧૬-૧૭માં આર્થિક વિકાસ ૭.૪ ટકા રહેવાનું અનુમાન

મુંબઇ: વૈશ્વિક રેટિંગ એજન્સી ફિચના અહેવાલ પ્રમાણે ચાલુ નાણાકીય વર્ષમાં ભારતનો આર્થિક વિકાસદર ૭.૪ ટકાની આસપાસ રહેવાની આશા છે. અહેવાલમાં જણાવ્યા પ્રમાણે સરકારદ્વારા લેવાયેલ આર્થિક સુધારાનાં પગલાં અને નાણાકીય નીતિ વધુ ઉદાર થવાની સકારાત્મક અસર હજુ થોડા સમય બાદ જોવાશે.
એજન્સીના જણાવ્યા પ્રમાણે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ૨૦૧૬ના અંત સુધીમાં નીતિગત વ્યાજના દરમાં ૦.૨૫ ટકા સુધીનો ઘટાડો કરી શકે છે. નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭માં જીડીપી વૃદ્ધિદર ૭.૪ ટકા રહેવાનું અનુમાન છે, જ્યારે નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં જીડીપી આઠ ટકા રહેવાનો અંદાજ છે. એજન્સીના અહેવાલ મુજબ નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬માં દેશનો આર્થિક વૃદ્ધિદર ૭.૬ ટકા રહ્યો હતો. ચાલુ વર્ષે ૭.૪ ટકા રહેવાનું અનુમાન છે, જ્યારે વર્ષ ૨૦૧૭-૧૮માં આર્થિક વૃદ્ધિદર ૭.૯ ટકા રહેવાનું અનુમાન છે એટલે કે આઠ ટકા આર્થિકવૃદ્ધિના દરે વિકાસ કરવો મુશ્કેલ બની શકે છે.

You might also like