આર્થિક મામલાના સચિવ શક્તિકાંત દાસ થયા રિટાયર્ડ, તપન રે સંભાળશે પદ

નવી દિલ્હીઃ આર્થિક મામલાના સચિવ શક્તિકાંત દાસ બુધવારે રિટાયર્ડ થયા છે. તેમણે 37 વર્ષ સુધી સરકારમાં વિવિધ પદો પર સેવા આપી છે. દાસે કહ્યું કે મારા માટે આ ખુબ જ ઉમદા અનુભવ રહ્યો છે. ખાસ કરીને ગત ત્રણ વર્ષ ખૂબ જ સારા હતા. મારૂ સૌભાગ્ય છે કે હું આ રીતના મુખ્ય ફેરફારો અને સંરચનાગત પરિવર્તનનો ભાગ બન્યો. છેલ્લાં ત્રણ વર્ષમાં નાણા વિભાગમાં પણ  ખાસ્સા પરિવર્તન જોવા મળ્યા છે. દાસની સેવા નિવૃત્તિ બાદ કોર્પોરેટ મામલાના સચિવ તપન રે આર્થિક મામલાના સચિન તરીકેનો પદભાર સંભાળશે.

તમને જણાવી દઇએ કે નોટબંદીના નિર્ણયમાં શક્તિકાંત દાસની મહત્વની ભૂમિકા રહી છે. સરકાર તરફથી તૈયાર કરવામાં આવેલા ડ્રાફ્ટમાં દાસ પણ શામેલ છે.

http://sambhaavnews.com/

You might also like