નવી દિલ્હી : દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એકવાર ફરીથી ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન સાથે ચેડાનો મુદ્દો ઉઠાવ્યો છે. કેજરીવાલે જણાવ્યું કે ચૂંટણી પંચ ઇલેક્ટ્રોનિક મશીનને જાહેર કરે જેથી તેની તપાસ થઇ શકે. તેમણે કહ્યું કે જો મશીનો જાહેર થાય છે તો તે તેઓ તપાસ કરીને 72 કલાકની અંદર સાબિત કરશે કે મશીન સાથે છેડછાડ થઇ છે.
આમ આદમી પાર્ટીએ અગાઉ પણ ઇવીએમ મુદ્દે સવાલો ઉઠાવ્યા હતા. જે અંગે ચૂંટણી પંચે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે ઇવીએમ સંપુર્ણ સુરક્ષીત છે અને તેની સાથે કોઇ પણ પ્રકારે ચેડા શક્ય નથી. એક દિવસ પહેલા જ ચૂંટણી પંચે આમ આદમી પાર્ટીને કહ્યું હતું કે તે ઇવીએમને દોષ દેવાનાં બદલે પંજાબનાં ચૂંટણી પરિણામોની સમીક્ષા કરે. સોમવારે આપનાં સંયોજક અને દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરી ઇવીએમ દ્વારા ચૂંટણી યોજવા મુદ્દે સવાલો ઉઠાવ્યા હતા.
કેજરીવાલે કહ્યું કે, ચૂંટણી પંચે ચબેલેટ પેપર દ્વારા વોટિંગ કરવા અંગે વિચાર કરવો જોઇએ. દિલ્હીનાં મુખ્યમંત્રીએ કહ્યું કે લોગ પુછતા રહ્યા કે જ્યારે ઇવીએમમાં ચેડા કરીને જ ચૂંટણીના પરિણામો નક્કી થાય છે તો કલાકો સુધી ચૂંટણી બુથની બહાર ઉભા રહીને કોઇ અર્થ નથી. મધ્યપ્રદેશનાં ભીંડમાં જે થયું તે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા સામે જ સવાલો પેદા કરે છે.
પાંચમા વેદ મહાભારતને ઘરમાં રાખવા અને તેના પઠનને કોણે અને ક્યારે વર્જિત ગણાવ્યો છે? મહાભારતનું ગાન થતું ત્યારે લોકહૃદયમાં તેનાં…
અમદાવાદમાં સૌપ્રથમ વાર ચેપલની અંદર આર્ટ એક્ઝિબિશન કરવાનો અનોખો પ્રયાસ નીના નૈષધ- નીકોઇ ફાઉન્ડેશન તથા કોલકાતાના સિગલ ફાઉન્ડેશન દ્વારા કરવામાં…
ફિલ્મમાં દરેક એક્ટર્સે સરસ પર્ફૉર્મન્સ આપ્યું છે. અજય દેવગણ,અનિલ કપૂરે પોતાની શાનદાર એક્ટિંગથી ફિલ્મનો ચાર્મ વધારી દીધો છે. માધુરી દીક્ષિત…
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: આગામી નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ના રૂ. ૮૦૫૧ કરોડના બજેટને ભાજપના શાસકોએ 'મોર્ડન અમદાવાદ'નું બજેટ તરીકે જાહેર કર્યું છે.…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવાતી ધો.૧૦ અને ધો.૧રની બોર્ડ પરીક્ષાને હવે ગણતરીના દિવસો બાકી…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: બે વર્ષ અગાઉ ચોમાસાના પહેલા રાઉન્ડના સામાન્ય વરસાદમાં આશરે રૂ.૪પ૦ કરોડના રોડને ઓછા-વધતા અંશમાં નુકસાન થતાં સમગ્ર…