રાજનીતિક દળોના બે હજારથી વધારેનાં બેનામી ફાળા પર લાગી શકે લગામ

નવી દિલ્હી : દેશમાં કાળાનાણાની વિરુદ્ધ ચાલી રહેલી લડાઇથી રાજનીતિક દળ પોતાની જાતને લાંબો સમય બચાવી શકે તેવું નથીલાગી રહ્યું. હવેચુંટણી પંચે આ મુદ્દે સક્રિયતા દેખાડતા માંગ કરી છે બે હજાર રૂપિયાથી વધારેના દરેક ફાળાને જાહેર કરવો જોઇએ.એટલે કે મોટા પ્રમાણમાં અપાલેયો ફાળો બેનામ નહી હોઇ શકે.

હાલનાં નિયમો અનુસાર રાજનીતિક દળોને 20 હજાર રૂપિયાથી વધારેના ફાળાને જાહેર કરવાનો હોય છે. તેનો ફાયદો પણ ઉઠાવાઇ રહ્યો છે. કોઇ પણ રાજનીતિક દળ પોતાના ફંડનો મોટાભાગનો હિસ્સો આ બેનામી દાન સ્વરૂપે જ દેખાડે છે. પંચને આ અંગે સરકારને એક પ્રસ્તાવ મોકલીને કહ્યું કે જરૂરી સંશોધન કરી સરકારે પ્રાવધાન કરવું જોઇએ.

જેથી બે હજાર રૂપિયા કે તેનાથી વધારેના ગુપ્ત દાન પર સંપુર્ણપણે પ્રતિબંધ લાગે. ચુંટણી પંચની તરફથી આ માંગ તેવા સમયે કરવામાં આવી જ્યારે સમગ્ર દેશમાં નોટબંધીના કારણે કાળાનાણા વિવાદનો મુદ્દો બનેલા છે.

You might also like